ધોરાજીમાં અચાનક ભારે વરસાદ વીજળી ના કડાકા સાથે આવી પહોંચતા 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડી ગયો અને અત્યાર સુધીનો કુલ 36 ઇંચ વરસાદ નોંધાયો.
ધોરાજી શહેર અને પંથકમાં છેલ્લા આઠ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જમીન તરબોળ થઈ રહી છે અનેક વિસ્તારોમાં જમીનમાંથી સીધું પાણી બહાર આવી રહ્યું છે બોર માંથી સીધું પાણી આવી રહ્યું છે તેમજ ધોરાજી પાસે આવેલ ફોફળ નદી પણ બે કાંઠે વહી રહી છે અને ભાદર 1 ડેમ ઓવરફલો થતા તેનું પાણી અને ફોફળ ડેમનું પાણી ધોરાજી પાસે આવેલ ભાદર-2 ડેમમાં પાણી નો ફલો આવતા ભાદર ર ડેમના 4 પાટીયા અઢી ફૂટ ખોલવામાં આવ્યા છે જેના હિસાબે ધોરાજી ઉપલેટા તાલુકાના ભાદર નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કર્યા છે
આજરોજ ગણેશ ચતુર્થી અને જૈન નો પવિત્ર તહેવાર સંવત્સરી મહોત્સવ ના પ્રસંગમાં લોકો તેમના ઘરે પ્રસંગ ઊજવી રહ્યા છે પરંતુ વરસાદે પણ આ પ્રકારનો વરસાદી વિઘ્ન આવેલ હોય જેથી આમ જનતા પરેશાન થઈ હતી અને હાલમાં ખેડૂતો અને આમ જનતા ભગવાન ને વિનંતી કરે છે કે હવે મેઘરાજા ખામૈયા કરો ખાયા કરો તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે
ધોરાજી. સકલેન ગરાણા