ચરાડવા બસ સ્ટેન્ડ નજીક ચાલુ રિક્ષાએ મોબાઈલ ફાટતા ૨૫ વર્ષના યુવાનનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ કે ટી મીલ માં રહેતા ૨૫ વર્ષ પ્રકાશભાઈ દેવદાસ બાવાજી ચરાડવા બસ સ્ટેન્ડ થી સી એન જી રીક્ષા લઈ ને કે ટી મીલતરફ જતા હતા ત્યારે ચરાડવા મોરબી હાઈવે રોડ ઉપર આવેલ ભવાની પેટ્રોલ પંપ નજીક પહોંચતા ત્યારે રીક્ષામા એકાએક મોબાઈલ ફાટતા ત્યારે ચાલુ રિક્ષાએ પ્રકાશભાઈ સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા પાછળથી આવતો ટ્રક રિક્ષા સાથે ધડાકાભેર અથડાતા પ્રકાશભાઈને ગંભીર ઈજા પહોંચતા ત્યારે ઈજાગ્રસ્ત યુવાન ને મોરબી હોસ્પિટલ લઇ ગયા હતા.
અને રીક્ષામાં મોટું પ્રમાણમાં નુકશાન થવા પામ્યું બનાવ ની જાણ હળવદ પોલીસ સ્ટેશન ને કરતા તાત્કાલિક વિસ્તારના પોલીસ હેડકોસ્ટેબલ વિનુભાઈ ચાવડા ડ્રાઈવર ઈન્દુભા પરમાર ઘટનાસ્થળે દોડી ગયા ત્યારે ટ્રકચાલક અને કલીનર ભાગવા નો પ્રયાસ કરતા હતા પરંતુ ન પી સી આર તાત્કાલિક આવી જતા ટ્રક, અને ડ્રાઈવર ક્લિનર ને ઝડપી પાડી ને હળવદ પોલીસ સ્ટેશને લાવી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.