હળવદ તાલુકાના સુસવાવ ગામે કેદારેશ્વર ધરો માં કોરોનાની પગલે પિતૃકાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો.
રાજ્ય સરકારની ગાઈડલાઉન મુજબ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે હળવદ તાલુકામાં કોરોના અત્યાર સુધીમાં ૬૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ બન્યા છે ત્યારે હળવદ તાલુકામાં કોરોનાને અંકુશ લાવવા માટે આ સુસવાવ કેદારેશ્વર મહાદેવ ધરોમાં પિતૃકાર્ય તર્પણ વિધિ બંધ રાખવામાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આમ તો દર વર્ષે ભાદરવા માસે કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પિતૃકાર્ય તર્પણ વિધિ માટે લોકો મોટી સંખ્યામા લોકો ઓ તર્પણ વિધિ કરવા આવતા હોય છે
પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ના પગલે સરકાર ની ગાઈડલાઈન મુજબ કોરોનાવાયરસ અંકુશ લાવવા માટે કેદારેશ્વર મંદિરના શિવ શક્તિ ટ્રસ્ટ અને સુસવાવ ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો હળવદ આસપાસના ગામો અન્ય જિલ્લાઓમાંથી કેદારેશ્વર ધરોમાં કોઈ પિતૃકાર્ય માટે આવું નહીં તેમ છતાં કોઈ આવશે તો કેદારેશ્વર ધરોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં માટે જાહેર જનતાએ આ બાબતે નોંધ તેમ સુસવાવ ગ્રામ પંચાયતના સરપંચ અને શિવશક્તિટ્રસ્ટના પ્રમુખ જગદીશ સિંહ ઝાલા એ જણાવ્યું હતું
હળવદ. રમેશ ઠાકોર દ્વારા