ગોંડલ, કોટડા સાંગાણી અને પાટણવાવમાંથી ૫૮ જુગારી ઝડપાયા, ૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે.



મોટી મારડ ખાતે ઘેલા સખેરીયાના ઘરમાં ચાલતી ક્લબમાંથી ૨૧ પકડાયા: પાંચ દરોડામાં ૧.૩૪ લાખની અને ૨૫ મોબાઈલ ફોન પકડાયા


રાજકોટ જિલ્લાના ગોંડલ, કોટડાસાંગાણી અને પાટણવાવમાં પોલીસે જુગારધામો પર ધોંસ બોલાવી હતી. જેમાં ૫૮ જુગારી ૨,૩૫,૯૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. મોટી મારડ ગામે ઘેલા સખેરીયાના ઘરમાં ચાલતી જુગાર ક્લબમાંથી ૨૧ પત્તાપ્રેમી પકડાયા હતાં. રુરલ પોલીસે ૫ દરોડામાં ૨૫ મોબાઈલ ફોન અને ૧,૩૪,૯૧૦ની રોકડ જપ્ત કરી હતી.

પાટણવાવ પોલીસે બે દરોડા પાડ્યા હતા જેમાં પ્રથમ દરોડામાં ધોરાજી તા. મોટી મારડ ગામે રહેણાંક મકાનમાં ધમધમતી જુગાર ક્લબ પકડાઈ હતી જેમાં ક્લબ સંચાલક ઘેલાભાઈ જીવરાજભાઈ સખેરીયા સહિત ૨૧ પત્તાપ્રેમી પકડાયા હતા. આરોપીઓમાં ૯ મહિલાનો સમાવેશ પણ થાય છે. કલબમાંથી ૨૫૨૫૦ ની રોકડ ૮ મોબાઈલ ફોન કબજે કરાયા હતા. બીજા દરોડો પણ મોટી મારડ ગામા અંકિતભાઈ બાબુભાઈ ડાભીના ઘરે પાડવામાં આવ્યો હતો. જ્યાં ૫ મહિલા સહિત ૧૬ જુગારી પકડાયા હતા. સ્થળ પરથી ૭૨૬૩૦ની રોકડ ૧૧ મોબાઈલ ફોન મળી ૧,૧૯,૬૩૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

કોટડાસાંગાણી પોલીસે દરોડામાં વાદીપરા ગામે રામજી મંદિર ચોકમાં જાહેરમા પતા ટીચતા રવિ જનકભાઈ દૂધરેજીયા, ભરત રવજીભાઈ દૂધરેજીયા, મનસુખ રવજીભાઈ ચીરોડીયા, દિલીપ તળશીભાઈ ડાભી, લાલજી રણછોડભાઈ ભોજાણી, ભરત ગોરધનભાઈ માયાણી, રવિ રમેશભાઈ ગોવાણી, જગદીશ બાઘાભાઈ ચીરોડીયા, દિલીપ ગોરધનભાઈ માયાણીને દબોચી લઇ ૧૨,૨૯૦ની રોકડ જપ્ત કરી હતી ત્યાં નજીકમાં જ કુંડાળુ વળી તીનપતીનો જુગાર રમતાં કિશન રાવત ગાબુ, દેવરાજ તળશીભાઈ મકવાણા, વિપુલ હરજી સાકરીયા, કૈલાશ જયરામ સાકરીયા, લાલજી બાબુભાઈ ડાભી, ગોપાલ મગનભાઈ મકવાણાને પકડી લઇ ૧૦,૪૨૦ની રોકડ કબ્જે કરી હતી.

ગોંડલ તાલુકા પોલીસે દેરડી કુંભાજી ગામે સીમના ખેતરમાં જાહેરમાં જુગાર રમતા ભાવેશ ઉર્ફે બાલાભાઈ સરધારા, દિલીપ ધીરુભાઈ દોંગા, ભાવીન રવજીભાઈ વિસાવડીયા, અલ્પેશ મનુભાઈ બોરડ, નીતિન ઝવેરભાઈ દોંગા, હિરેન મગનભાઈ બોરડને ઝડપી લઇ ૧૪,૩૨૦ની રોકડ, ૬ મોબાઈલ ફોન મળી ૧૯,૮૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તમામ જુગારીઓ સામે જુગારધારાની કલમ સહિત સોશિયલ ડીસ્ટન્સ ભંગનો ગુનો પણ નોંધાયો હતો.

ગોંડલ. આમદ ચૌહાણ દ્વારા

error: Content is protected !!