હળવદ ના યુવાને સુરેન્દ્રનગર ની હોસ્પિટલમાં દાખલ લોહી ની તાતી જરૂરિયાત હતી તેવા મહિલા દર્દી માટે રક્તદાન કરી સેવા ની સુગંધ પ્રસરાવી.

Loading

હળવદ ના માઁ કાર્ડ ઓપરેટર અને ઉત્સાહી સેવાભાવી નવયુવાન મેહુલભાઈ બાબરીયા એ રક્તદાન કરી નિઃસ્વાર્થ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દરેક બ્લડ બેંક માં બ્લડ બોટલ ની તીવ્ર અછત છે ત્યારે સુરેન્દ્રનગર ની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મહિલા દર્દી ને લોહી ની તત્કાલિક જરૂર પડી હોય અને મહિલા દર્દી નું બ્લડ ગ્રુપ AB NAGATIVE હોઈ જે બ્લડ ગ્રુપ ખૂબ જ ઓછા વ્યક્તિ ને હોઈ છે અને તે ગ્રુપ ધરાવતા વ્યક્તિ મળવા મુશ્કેલ હોય છે ત્યારે આ વાત ની સુરેન્દ્રનગર ના સર્વોદય કાર્યકર્તા ગોવિંદદાદા ને જાણ થતાં તેમને હળવદ ના સમાજિક કાર્યકર્તા ભાવેશભાઈ ઠક્કર અને તપન દવે ને જાણ કરી અને બ્લડ ગ્રુપ ડિરેક્ટરી માં રક્તદાતાઓ ની નામાવલી ચેક કરતા હળવદ ના સેવાભાવી યુવાન અને માઁ કાર્ડ ઓપરેટર મેહુલભાઈ બાબરીયા નું બ્લડ ગ્રુપ AB NAGATIVE હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મેહુલભાઈ ને આ સમગ્ર વાત ની જાણ કરતા તેમને એક પળ નો પણ વિચાર કર્યા વગર તે લોહી ની તાતી જરૂર છે તેવા મહિલા દર્દી માટે રક્તદાન કરવા ની તૈયારી દર્શવી અને તાત્કાલિક સુરેન્દ્રનગર રક્તદાન કરવા માટે રવાના થયા હતા અને ત્યાં સમયસર રક્તદાન કર્યું હતું જેથી જરૂરિયાત છે તેવા મહિલા દર્દી ને સમયસર લોહી મળી રહેતા તેમની જિંદગી બચાવવામાં મેહુલ બાબરીયા નિમિત્ત બન્યા હતા ત્યારે આ કોરોના મહામારી માં બિનજરૂરી દવાખાને જતા પણ લોકો ને ડર લાગે છે ત્યારે આ કોરોના મહામારી વચ્ચે પણ અપરિચિત દર્દી માટે રક્તદાન કરવા માટે તૈયારી દર્શાવી અને કોઈ જરૂરિયાતમંદ દર્દી ની જિંદગી બચાવવામાં માં નિમિત્ત બન્યા હતા અને આ સાતકાર્ય માં નિમિત્ત બનનાર સર્વે ગોવિંદદાદા , મેહુલભાઈ બાબરીયા , ભાવેશભાઈ ઠક્કર , પાંચાભાઈ ગમારા , મેરાભાઈ ભરવાડ અને તપન દવે એ આ કપરી પરિસ્થિતિ માં પણ આપાતકાલીન સેવા પૂરી પાડી અને નિઃસ્વાર્થ સેવા કાર્ય ની સુગંધ પ્રસરાવી હતી

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!