ધોરાજીમાં જેતપુર રોડ પર પડેલા ગાબડામાં વૃક્ષારોપણ કરી નાગરિકોનો નવતર વિરોધ:રોડનું મરામત કામ કરવામાં તંત્રની નિષ્ક્રિયતા.ધોરાજીના જેતપુર રોડ પર નાગરિકોએ રોડ પરના ખાડાની પરેશાનીથી તંગ આવીને વૃક્ષારોપણ કરીને નવતર વિરોધ કર્યો હતો. ધોરાજી શહેરમાં સરદાર ચોકથી નાગરિક બેંક સુધી તેમજ ઉપલેટા રોડ તેમજ જમનાવડ રોડ અને જૂનાગઢ રોડ પર વરસાદના કારણે મસમોટા ખાડાઓ પડી ગયેલ છે આ અંગે ધોરાજીના નાગરીકોએ નવતર વિરોધ પ્રયોગ કરેલ જેમાં રોડ પર પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ હતો.

આ રોડ પરના ગાબડાના હિસાબે વાહન ચાલકો સાઇકલ ચાલકો અને ખેડૂતો પણ હેરમન પરેશાન છે હાઇવે પર એમ્બ્યુલન્સ અને 108 સહિતની સેવાઓ આવ-જા કરે છે.
આ અંગે ધોરાજીના નાગરિકોએ તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે અત્યારે વૃક્ષારોપણ કરીને વિરોધ કરેલ છે આવનારા સમયમાં અલગ પ્રકારે વિરોધ થશે એમ વૃક્ષારોપણ કરતા યુવાનોએ જણાવેલ હતું.

ધોરાજી.સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!