હળવદ તાલુકાના માથક ગામે ૩૨વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે હળવદ તાલુકાના જુના માથક ગામે રહેતા ૩૨વર્ષના શૈલેન્દ્રભાઈ પ્રવીણભાઈ નીંબારક ને કોરોના નો ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો.
ત્યારે હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા૬૦ પર પહોંચી હતી ત્યારે માથક ગામે કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકા બ્લોક સરકારી મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ હળવદ તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસ અધિકારીઓઓ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે કોરોના ગ્રસ્ત વિસ્તાર જવાની તજવીજ હાથ ધરી હતી.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.