ગોંડલના ચીશ્તીયા નગરમાં LCBની રેડ: 366 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે એજાજ ઉર્ફે કેસેટ સલોટ ઝડપાયો.

Loading

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા ચીશ્તીયા નગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) રાજકોટ ગ્રામ્યએ દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 366 નાની-મોટી બોટલ ઇંગ્લિશ દારૂ તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.96,170નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવની સૂચના મુજબ LCBનો સ્ટાફ ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન LCBના પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, ગોંડલના વોરાકોટડા રોડ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો એજાજ ઉર્ફે કેસેટ યુસુફભાઈ સલોટ (ઘાંચી), ઉંમર વર્ષ 26, વોરાકોટડા રોડ પર આવેલા ચીશ્તીયા નગરમાં પોતાના કબજા ભોગવટાના ભાડાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે રાખે છે.

આ બાતમીના આધારે LCBની ટીમે જણાવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી એજાજ ઉર્ફે કેસેટ સલોટ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની-મોટી કુલ 366 બોટલો, કિંમત રૂ.91,170 તથા એક મોબાઇલ ફોન, કિંમત રૂ.5,000 મળી કુલ રૂ.96,170નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી એજાજ ઉર્ફે કેસેટ યુસુફભાઈ સલોટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે આરોપી સામે અગાઉ પણ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. ઉપરાંત વર્ષ 2026માં ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે.

કામગીરી કરનાર પોલીસ ટીમ

આ સફળ કામગીરી રાજકોટ ગ્રામ્ય LCBના PI જે.પી. રાવ તથા PSI એચ.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ASI ઇન્દ્રસિંહ જાડેજા, ASI જયવિરસિંહ રાણા, ASI અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, રણજીતભાઈ બોરડ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ ખડીયાએ સંયુક્ત રીતે પાર પાડી હતી.

ગોંડલમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે LCBની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

error: Content is protected !!