ઉપલેટના નીલાખાની સીમમાં LCBનો દરોડો: મગફળીના ભૂક્કા અને કારમાંથી 1,812 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો.

Loading

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નીલાખા ગામની સીમમાં દરોડો પાડી રૂ.5.08 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મગફળીના ભૂક્કામાં તેમજ એક ફોરવ્હીલ કારમાં છુપાવી રાખવામાં આવેલી અલગ-અલગ બ્રાન્ડની 1,812 શીલપેક બોટલો સહિત કુલ રૂ.5,08,680નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

LCBને ખાનગી બાતમી મળતાં લખમણભાઈ સીદાભાઈ મકવાણાની કબજા-ભોગવટાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રોહિતભાઈ ગોવિંદભાઈ ડાંગર (રહે. કૈલાશનગર, ઉપલેટા, મૂળ કલાણપર, તા. ભાણવડ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે વાડીના માલિક લખમણભાઈ સીદાભાઈ મકવાણા અને જામનગરનો નગાભાઈ જગાભાઈ કરમુર પકડવાના બાકી હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે.

પોલીસે સ્થળ પરથી રૂ.2,53,580ની કિંમતની દારૂની 1,812 બોટલો, રૂ.2.50 લાખની કાર અને રૂ.5,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.5,08,680નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં LCB PI જે.પી. રાવ, PSI કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ સહિત ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બળકોદિયા, મેહુલભાઈ સુવા, HC અરવિંદસિંહ જાડેજા, નીલેશભાઈ ડાંગર, કૌશિકભાઈ જોષી, PC શક્તિસિંહ જાડેજા, મીરલભાઈ ચંદ્રવાડિયા તથા ડ્રાઇવર HC અબ્દુલભાઈ શેખ જોડાયા હતા.

error: Content is protected !!