જેતપુરમાં LCBનો સપાટો: જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ₹2.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા.

Loading

₹1.60 લાખ રોકડા અને 6 મોબાઇલ કબજે; બે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો

જેતપુર: જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જીમખાના ગ્રાઉન્ડની દીવાલ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) રાજકોટ ગ્રામ્યની ટીમે ઝડપી પાડ્યા છે. ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ₹1.60 લાખ રોકડા અને છ મોબાઇલ ફોન મળી કુલ ₹2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં (1) ઇમ્તીયાજભાઈ ઉર્ફે પનઘટ આરીફભાઈ લુલાણીયા, (2) શબીરભાઈ યુનુસભાઈ ચોટલીયા, (3) જાકીરભાઈ મહેબુબભાઈ ખોરાણી, (4) ફીરોજભાઈ હનીફભાઈ ચાવડા, (5) હુસેનભાઈ ઇકબાલભાઈ તરકવાડીયા અને (6) હુસેનભાઈ ઉર્ફે સલીમ ઉર્ફે સોડાવાલા જીકરભાઈ તેરવાડીયાનો સમાવેશ થાય છે.

આ મામલે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન બે આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે.

આ કામગીરી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચનાથી LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

આ રેડમાં PSI આર.વી. ભીમાણી, કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, પી.એન. ભરવાડ, ASI અનિલભાઈ બડકોદીયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ચાવડા, રમણીકભાઈ મણવર, હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ, નીલેશભાઈ ડાંગર, મનદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મીરલભાઈ ચંદ્રવાડીયા, ભરતભાઈ ગમારા અને ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ અબ્દુલભાઈ શેખ સહિતની ટીમ જોડાઈ હતી.

error: Content is protected !!