ગોંડલના સિદ્ધાર્થનગરમાં LCBનો સપાટો: 217 બોટલ વિદેશી દારૂ સાથે પૃથ્વીરાજસિંહ પરમાર ઝડપાયો, બે વોન્ટેડ.

Loading

ગોંડલના સિદ્ધાર્થનગર માંથી ₹1.04 લાખનો મુદ્દામાલ કબજે; ઝડપાયેલા શખ્સ સામે અગાઉ પણ દારૂના ત્રણ ગુના નોંધાયેલા | DIG નિર્લિપ્ત રાય અને SP વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

ગોંડલ: રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચના મુજબ દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગોંડલ શહેરના આશાપુરા ચોકડી નજીક આવેલા સિદ્ધાર્થનગર ગરબી ચોકમાં રહેણાંક મકાન પર દરોડો પાડી વિદેશી દારૂની 217 બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય LCBનો સ્ટાફ ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે સિદ્ધાર્થનગર ગરબી ચોકમાં રહેતો પૃથ્વીરાજસિંહ જનકસિંહ પરમાર પોતાના કબજાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે રાખે છે. આ બાતમીના આધારે LCBની ટીમે મકાનમાં દરોડો પાડતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી **પૃથ્વીરાજસિંહ જનકસિંહ પરમાર (ઉંમર 36, રહે. સિદ્ધાર્થનગર, ગોંડલ)**ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ 217 બોટલો, જેની કિંમત રૂ. 99,275 થાય છે, તેમજ રૂ. 5,000નો એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,04,275નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આરોપી સામે અગાઉ પણ ત્રણ ગુના

પોલીસની વિગતો મુજબ, ઝડપાયેલા પૃથ્વીરાજસિંહ પરમાર સામે અગાઉ પણ પ્રોહિબિશન સંબંધિત ત્રણ ગુના નોંધાયેલા છે. જેમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં, કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં અને ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

બે આરોપીઓ વોન્ટેડ

આ કાર્યવાહી દરમિયાન કુલદિપસિંહ ઉર્ફે કાનો જીતેન્દ્રસિંહ જાડેજા (રહે. ખરેડા, તા. કોટડાસાંગાણી) અને પ્રદિપસિંહ ગીરીરાજસિંહ રાયજાદા (રહે. રૂપાવટી, તા. ગોંડલ)ને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. બંનેને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LCBના અધિકારીઓ અને સ્ટાફની કામગીરી

આ સમગ્ર કામગીરી રાજકોટ ગ્રામ્ય LCBના PI શ્રી જે.પી. રાવના નેતૃત્વ હેઠળ PSI કે.એમ. ચાવડા, PSI એચ.સી. ગોહિલ, PSI આર.વી. ભીમાણી, PSI પી.એન. ભરવાડ, ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ASI ઇન્દ્રસિંહ જાડેજા, ASI જયવીરસિંહ રાણા, ASI અનિલભાઈ ગુજરાતી, HC પ્રહલાદસિંહ રાઠોડ, HC ભગીરથસિંહ જાડેજા, HC ધર્મેન્દ્રભાઈ ચાવડા, HC રણજીતભાઈ બોરડ, PC વિજયભાઈ ખડિયા, PC ભાવેશભાઈ મકવાણા અને PC વિજયભાઈ સીહાર સહિતના પોલીસ કર્મચારીઓએ પાર પાડી હતી.

આ મામલે ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!