રાજકોટમાં જનેતા બની જલ્લાદ: : 2 વર્ષની દીકરીને પાંચમા માળેથી ફેંકી દીધી, હત્યા કરનાર માતા પૂનમ સાકરીયાની ધરપકડ.
![]()
રાજકોટની ઉધમસિંહ ટાઉનશિપમાં પાંચમા માળેથી નીચે પટકાતાં ૨ વર્ષની નિર્દોષ બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું.
ઘટના બાદ માતાએ બાળકી અકસ્માતે પડી ગઈ હોવાનું અથવા અજાણ્યા શખ્સે ધક્કો માર્યો હોવાનું જુઠ્ઠાણું ઉપજાવી કાઢ્યું હતું.
પોલીસની કડક અને તલસ્પર્શી પૂછપરછ સામે આરોપી માતા પૂનમબેન સાકરીયા ભાંગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલ્યો હતો.
જન્મ થયો ત્યારથી જ ‘દીકરી ગમતી નહોતી’ તેવા તિરસ્કારના કારણે પોતે જ દીકરીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી હોવાની માતાએ કબૂલાત કરી.
પોલીસે પરિવારજનો અને આસપાસના 12થી વધુ લોકોના નિવેદનો તથા ટેકનિકલ પુરાવા મેળવીને માતાના ખોટા દાવાઓનો પર્દાફાશ કર્યો.
પોલીસે આરોપી માતાની અટકાયત કરી છે અને આ હત્યા પાછળ અન્ય કોઈ અંગત કારણ કે અન્ય કોઈ સભ્યની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.












