સુલતાનપુરમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો: રાવણા ગામ પાસે ઇન્ડિકા કારમાંથી 459 બોટલ સાથે બે આરોપી ઝડપાયા, રૂ.1.83 લાખનો મુદ્દામાલ કબજે.
![]()
સુલતાનપુર: દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા આશરે આઠ માસથી નાસતા ફરતા આરોપીને સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાવણા ગામ પાસે ઇન્ડિકા કારમાંથી વિદેશી દારૂની હેરફેર કરતા અન્ય એક શખ્સ સાથે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂ.1,83,530નો મુદ્દામાલ કબજે કરી સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચના મુજબ દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા LCB દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે ગ્રે કલરની ટાટા ઇન્ડિકા કાર નં. GJ-01-KL-8560માં ચોરખાનાઓ બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બાબરા તરફથી રાંદલના દડવા થઈ રાવણા ગામ થઈ જુનાગઢ તરફ લઈ જવાઈ રહ્યો છે.
બાતમીના આધારે LCBની ટીમે રાવણા ગામ પાસે વોચ ગોઠવી ઇન્ડિકા કારને રોકી તપાસ કરતાં કારમાં અલગ-અલગ જગ્યાએ બનાવેલા ચોરખાનામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બે શખ્સોને ઝડપી લઈ દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં (1) જહાંગીરભાઈ અમીનભાઈ શેખ, ઉંમર 41 વર્ષ, રહે. સુખનાથ ચોક, જૂનાગઢ અને (2) નરેશભાઈ હીરાભાઈ નાગદેવ, ઉંમર 34 વર્ષ, રહે. મધુરમ વિસ્તાર, જૂનાગઢનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં જહાંગીરભાઈ અમીનભાઈ શેખ દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 11821052260206/2026માં પ્રોહિબીશન કલમ 65(ઇ), 116(બી), 98(2), 81 તથા BNSની કલમ 336(2), 336(3), 340(2) મુજબના ગુનામાં છેલ્લા આશરે આઠ માસથી નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે.
કબજે કરાયેલ મુદ્દામાલમાં 180 એમ.એલ.ની વિદેશી દારૂની કુલ 459 બોટલ, કિંમત રૂ.78,030, બે મોબાઇલ ફોન કિંમત રૂ.5,500 તથા ટાટા ઇન્ડિકા કાર નં. GJ-01-KL-8560, કિંમત રૂ.1,00,000 મળી કુલ રૂ.1,83,530નો મુદ્દામાલ સામેલ છે.
આ ગુનામાં મલ્લાભાઈ ડામોર, રહે. સમોઇ, તા. રાણાપુર તથા હિતેષભાઈ સવદાસભાઈ મોઢવાડીયા, હાલ રાજકોટ, મૂળ જૂનાગઢવાળાની સંડોવણી અંગે તપાસ હાથ ધરાઈ છે અને તેઓને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે.
આ કામગીરી રાજકોટ ગ્રામ્ય LCBના PI શ્રી જે.પી. રાવ, PSI શ્રી કે.એમ. ચાવડા, PSI શ્રી એચ.સી. ગોહીલ, PSI શ્રી આર.વી. ભીમાણી, PSI શ્રી પી.એન. ભરવાડ, તેમજ ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ASI ઇન્દ્રસિંહ જાડેજા, ASI જયવીરસિંહ રાણા, ASI અનિલભાઈ ગુજરાતી, IHC પ્રહલાદસિંહ રાઠોડ, HC ભગીરથસિંહ જાડેજા, HC ધર્મેન્દ્રભાઈ ચાવડા, HC રણજીતભાઈ બોરડ, PC વિજયભાઈ ખડીયા, PC ભાવેશભાઈ મકવાણા અને PC વિજયભાઈ સીહાર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.












