ગોંડલ સુરેશ્વર ચોકડી પાસે આવેલ મોમાઈ કૃપા હોટલમાં થયેલી સ્ટીલના વાસણોની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો.
![]()
ગોંડલ: ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુરેશ્વર ચોકડી પાસે નેશનલ હાઈવે બ્રિજ નીચે આવેલી મોમાઈ કૃપા હોટલમાં થયેલી સ્ટીલના વાસણોની ચોરીના ગુનાનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે.
ફરિયાદી અતુલભાઈ બટુકભાઈ બાંભવા (ભરવાડ), રહે. ભગવતશેરી નં. 3, ગોંડલની માલિકીની મોમાઈ કૃપા હોટલમાંથી તા. 28 અને 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન સ્ટીલના વાસણોની ચોરી થઈ હતી. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS)ના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ તથા બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોંડલ બસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી.
ઝડપાયેલ આરોપીનું નામ કિશનભાઈ ઉર્ફે બાઠુલી જગદીશભાઈ સોલંકી (ઉ.વ. 25), રહે. વોરાકોટડા રોડ, પંચીધાર માતાજી મંદિર પાસે, ગોંડલ હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી ચોરીમાં ગયેલા સ્ટીલના વાસણો કબજે કરવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે રૂ. 15,000 હોવાનું જણાવાયું છે.
આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલસીબીના પો.ઇન્સ. જે.પી. રાવ, પીએસઆઈ કે.એમ. ચાવડા, પીએસઆઈ એચ.સી. ગોહિલ, પીએસઆઈ આર.વી. ભીમાણી, પીએસઆઈ પી.એન. ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, એએસઆઈ ઇન્દ્રસિંહ, એએસઆઈ જયવીરસિંહ રાણા, એએસઆઈ અનિલભાઈ ગુજરાતી, એચસી પ્રહલાદસિંહ રાઠોડ, એચસી ધર્મેન્દ્રભાઈ ચાવડા, એચસી ભગીરથસિંહ, પીસી વિજય ખાખાભાઈ, પીસી ભાવેશભાઈ મકવાણા તથા પીસી વિજયભાઈ સિંહર સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.












