રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો મોટો નિર્ણય: ડી-સ્ટાફના પોલીસકર્મીઓની વિગતવાર માહિતી તલબ, પોલીસબેડામાં ચર્ચાનો માહોલ.

Loading

રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાયે પોલીસ તંત્રને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં ડી-સ્ટાફ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અંગે વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે. આ નિર્ણય બાદ પોલીસબેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

મંગાવવામાં આવેલી વિગતોમાં પોલીસ કર્મચારીનું પૂરું નામ, મૂળ વતન, હાલનું સરનામું, તેઓ કેટલા સમયથી ડી-સ્ટાફમાં ફરજ બજાવે છે તેની માહિતી તેમજ તેમના પરિવાર કે સગા-સંબંધીમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર અથવા બુટલેગર છે કે નહીં તે અંગેની વિગતોનો સમાવેશ થાય છે. જો કોઈ સગા-સંબંધીનો ગુનાહિત ઇતિહાસ હોય તો તેનું નામ અને પોલીસકર્મી સાથેનો સંબંધ પણ દર્શાવવા જણાવાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, તાજેતરમાં કેટલાક કિસ્સાઓમાં ડી-સ્ટાફના કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ રિપોર્ટની ચકાસણી બાદ ડી-સ્ટાફની કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. હેતુ એ છે કે સ્વચ્છ છબી, જવાબદારી અને યોગ્ય લાયકાત ધરાવતા પોલીસકર્મીઓ જ આ મહત્વની ફરજ પર રહે અને પ્રજાની સુરક્ષા માટે વધુ અસરકારક રીતે કામગીરી કરી શકે.

error: Content is protected !!