મોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.
નવીદિલ્હી,તા.૧૯
મોદી કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી છે દેશના એરપોર્ટનું ખાનગીકરણ કરવાને લઇને જાહેરાત કરવામાં આવી છે અને હવે દેશના વિદ્યાર્થીઓ માટે મોદી કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની કેબિનેટમાં રાષ્ટ્રીય ભરતી એજન્સીની જાહેરાત કરવામાં આવી છે આના દ્વારા ભરતી પ્રક્રિયા સરળ બનશે
કેન્દ્ર સરકારે યુવાનો માટે નોકરીની શોધમાં ખુબ સારા સમાચાર આપ્યા છે કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય ભરતી એજન્સીની રચનાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી છે આ હેઠળ વર્ષમાં બે વાર ટેસ્ટ લેવામાં આવશે અને એક હજાર પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે આ કેન્દ્રો જિલ્લા મુખ્યાલયમાં બનાવવામાં આવશે ઉમર છુટછાટ મળશે નહીં ફી છુટ સમાન રહેશે આ હેઠળ પરીક્ષાઓ ૧૨ ભાષાઓમાં થશે રાષ્ટ્રીય ભરતી એજન્સીનું મુખ્ય મથક દિલ્હી હશે વિદ્યાર્થીઓ પરીક્ષામાંથી પૈસાની બચત પણ કરશે તેઓને વધારે આમ તેમ દોડવું નહીં પડે
કેન્દ્રીય મંત્રી જાવડેકરે વધુમાં માહિતી આપતા કહ્યું કે દેશના છ એરપોર્ટનું સંચાલન અને સંચાલન ખાનગી પ્લેયરને આપવામાં આવ્યું છે જેમાં જયપુર ગુવાહાટી અને તિરૂવનંતપુરમ એરપોર્ટને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ લીઝ પર આપવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત ખેડૂતો પાકના ઓછા ભાવ મળવાને કારણે તો કયારેક વધારે પડતા વરસાદને કારણે પાક ન થાય તેની ચિંતાને લઇને આત્મહત્યા કરતા જાેવા મળે છે માટે સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે શેરડીના ભાવમાં રાજય સરકારે પ્રતિ કિવન્ટલ ૧૦ રૂપિયાનો વધારો કર્યો છે શેરડીના વ્યાજબી અને પુનમૂલ્ય ભાવ પ્રતિ કિવનટલ ૧૦ રૂપિયા વધારવાને મંજુરી મળી ગઇ છે અત્યાર સુધી ૨૭૫ રૂપિયા પ્રતિ કિવનટલ ભાવ મળતો હતો જેમાં વધારો કરીને ૨૮૫ કરવામાં આવી છે. આગામી સિઝનમાં નવા ભાવ પ્રમાણે શેરડીની ખરીદી થશે કેન્દ્રીય કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.