પીઠડીયા ટોલનાકા પાસે એલસીબીનો સપાટો : કારના ચોરખાનામાંથી 304 દારૂની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા.
![]()
રાજકોટ ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી : બે શખ્સોની ધરપકડ, રૂ. 2.64 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ વિરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પીઠડીયા ટોલનાકા પાસે દરોડો પાડી કારમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી કુલ રૂ. 2,64,296નો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે મળેલી બાતમી પરથી આ સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરોડા દરમિયાન સફેદ રંગની ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર (નં. GJ-04-BE-2973)ની તપાસ કરતાં તેમાં બનાવેલા ચોરખાનામાંથી 180 એમએલની વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 304 બોટલો મળી આવી હતી. દારૂનો જથ્થો પાસ-પરમિટ વિના વેચાણ અને હેરાફેરીના હેતુથી લઈ જવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે ફારૂક ઈસ્માઈલભાઈ સીપાઈ (રહે. બહારપુરા, ધોરાજી) અને **અમન રસુલભાઈ કુરેશી (રહે. ખાટકીવાસ, નવાગઢ, જેતપુર)**ને ઝડપી લઈ તેમની સામે વિરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કબજે કરાયેલ મુદ્દામાલ :
- ઇંગ્લિશ દારૂની 304 બોટલો – રૂ. 54,296
- ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર – રૂ. 2,00,000
- બે મોબાઇલ ફોન – રૂ. 10,000
- કુલ મુદ્દામાલ – રૂ. 2,64,296
કાર્યવાહી કરનાર પોલીસ ટીમ
આ સમગ્ર કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવ, પો.સબ ઇન્સ્પેક્ટર આર.વી. ભીમાણી, કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, પી.એન. ભરવાડ, એએસઆઈ અનિલભાઈ બડકોદીયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, પો.હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ, રમણીકભાઈ મણવર, મનદીપસિંહ જાડેજા, પો.કોન્સ્ટેબલ ભરતભાઈ ગામારા, ભાવેશભાઈ મકવાણા, મીરલભાઈ ચંદ્રવાડિયા તથા ડ્રાઈવર પો.કોન્સ્ટેબલ અબ્દુલભાઈ શેખ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.












