રાજકોટ ગ્રામ્ય LCB ટીમે સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગામમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી, ચોરીના દાગીના અને રીક્ષા સાથે પતિ-પત્નીને ઝડપી લીધા.
![]()
ગત 10 જુલાઈના રોજ નવાગામ લીલાખા રોડ પાસે ખેડૂત રસિકભાઈ રાઠોડના બંધ મકાનનું તાળું તોડી સેટીમાંથી રૂ. 7.50 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી.
LCB ટીમે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ‘નેત્રમ’ શાખાના CCTV ફૂટેજ તપાસતા ઘટના સમયે ઓટો રિક્ષા (GJ-08-AT-7870) શંકાસ્પદ જણાતા તપાસ તેજ કરી હતી.

એપ્લિકેશનમાં સર્ચ કરતા રિક્ષા ચાલક રવિ આધરોજીયા લૂંટના ગુનામાં અને તેની પત્ની રમા ઉર્ફે પૂજા અગાઉ રાજકોટ, જામનગર તેમજ ભાવનગરમાં 12 જેટલી ઘરફોડ ચોરીઓમાં પકડાઈ ચૂકેલી હોવાનું ખુલ્યું હતું

ખાનગી બાતમીદારોની મદદથી પોલીસે ભરૂડી ટોલનાકા પાસે વોચ ગોઠવી આરોપી દંપતીને ઓટો રિક્ષા, સોના-ચાંદીના દાગીના અને રોકડ સાથે દબોચી લીધું.
આરોપીઓ બપોરના સમયે રીક્ષા લઈને અવાવરુ જગ્યાએ પાર્ક કરતા અને ભિક્ષાવૃત્તિના બહાને રેકી કરી છેવાડાના બંધ મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતા હતા. દંપતીએ ગોંડલ આશાપુરા ચોકડી અને જામવાડી પાસે કરેલી અન્ય ચોરીઓની પણ કબૂલાત આપી છે.












