ચોટીલામાં ખનન માફિયાઓ પર મોટી કાર્યવાહી : બે સ્થળે દરોડા પાડી ૨ લોડર અને ૩ ટ્રેક્ટર કબજે, ₹48 લાખનો મુદ્દામાલ જપ્ત; સરપંચ સહિતના સામે ગુનો નોંધવાની કાર્યવાહી.

Loading

નાયબ કલેકટર દ્વારા ગેરકાયદેસર ખનન કરનાર જુદા જુદા બે સ્થળે સફળ રેડ, ૨ લોડર અને ૩ ટ્રેકટર સાથે ૪૮,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત તેમજ સરપંચ સહિતના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા આખી રાત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોટીલા તાલુકાના નાવા ગામના કાળી ઘાર વિસ્તારમાં આવેલ તળાવ અને થાનગઢ તાલુકાના ગુગલીયાણા ગામના સરકારી વીડમાંથી ગેરકાયદેસર ખનન કરતા ઇસમો તેમજ વાહનો ૫કડી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો નાવા ગામના સરપંચ લાભુભાઇ દેવાભાઇ, કનુભાઇ ખીમાભાઇ , દેવાભાઇ ગાંડાભાઇ સહિત ઉપર ત્યારે ખાખરાળી ગામના કાનાભાઇ બાથાભાઇ રાઠોડ અને ડ્રાઈવર રામાભાઇ ભોપભાઇ રાઠોડ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આ બંને રેડોનો કુલ અડતાલીસ લાખ નો મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો

સંબંધિત વાહન માલિકો તેમજ ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા ઇસમો સામે નિયમોનુસાર ખનિજ નિયમોના ભંગ બદલ દંડાત્મક વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો અને ખનન જેવી ગંભીર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી લેન્ડ ગ્રેબિંગ સંબંધિત કાયદાકીય કાર્યવાહી, ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ તડીપારની કાર્યવાહી તથા ભવિષ્યમાં ગેરકાયદેસર ખનન નહીં કરે તે માટે જરૂરી જામીનગીરી લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.
નાયબ કલેક્ટર જણાવ્યું હતું કે સરકારી જમીન તથા રાજ્યની ખનિજ સંપત્તિનું રક્ષણ કરવું વહીવટી તંત્રની પ્રાથમિક જવાબદારી છે. સરકારી જમીનમાંથી કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર ખનન કે ખનિજ ચોરી સહન કરવામાં આવશે નહીં. આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિ, હોય, તેની સામે કાયદાની જોગવાઈ મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં પણ વહેલી સવાર, મોડી રાત્રે તથા અચાનક ચેકિંગની કાર્યવાહી સતત ચાલુ રહેશે અને ગેરકાયદેસર ખનન કરનાર તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક પગલાં લેવામાં આવશે.

error: Content is protected !!