હળવદના શક્તિનગર ગામે વીજ કરંટ લાગતા ૧૯ વર્ષના યુવાનનું મોત.

હળવદ તાલુકાના શક્તિનગર ગામે હોટેલની બાજુમાં આવેલ સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ કંપની માં પંજાબ ના યુવાન કન્ટેનર માલ ભરવા આવે ત્યારે ૧૯ વર્ષના યુવાને વીજવાયર કન્ટેનર અડી જતાં શોર્ટ સર્કિટના પગલે ૧૯ વર્ષ ના જોબનપપ્રિત કાશ્મીર શીંગ નુ કન્ટેનરમાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ આજુબાજુના લોકોને ઘટનાસ્થળે દોડી ગયા હતા

ત્યાર બાદ પોલીસને જાણબીટ જમાદાર મહનરભાઈ પ્રજાપતિ સી એમ. ઇદરીયા અને વીજ કંપની ના નાયબ ઈજનેર ડી કે હડીયલ હળવદ ટાઉનના નાયબ ઈજનેર મહેતા સહિતના અધિકારીઓ સરકારી હોસ્પિટલે દોડી ગયા હતાં પીએમની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ ફરજ પરના ડોક્ટરે શંકાસ્પદ લાગતા મુતક યુવાનની લાશ રાજકોટ મેડિકલ કોલેજ ખાતે પીએમ માટે મોકલી આપેલ હતી

હળવદ.રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!