રાજકોટ રેન્જ ટીમે જસદણમાંથી દેશી પિસ્ટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

Loading

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગાઉ ઉંચા વ્યાજે નાણાં ધીરવાના ગુનામાં પકડાઈ ચૂકેલા એક શખ્સને રાજકોટ રેન્જની ટીમે ગેરકાયદેસર લાયસન્સ વગરની દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો સામે કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મીયાત્રા, શ્રી સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જસદણ વિસ્તારની ગઢડીયા ચોકડી પાસેથી ફ્રોન્સ કાર નંબર GJ-14-BG-2302માંથી ઉદયરાજ દિલીપભાઈ ધાંધલ (રહે. મણીનગર, ગઢડીયા રોડ, જસદણ)ને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ આ હથિયાર પ્રદીપભાઈ અનકભાઈ કરપડા (રહે. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) પાસેથી મેળવ્યાનું જણાવ્યું હતું. જેના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મીયાત્રા, શ્રી પી.સી. સરતેજા તથા સ્ટાફના વકારભાઈ આરબ, કુલદીપસિંહ ચુડાસમા, શિવરાજસિંહ ઝાલા, દિવ્યેશભાઈ સુવા, અનિરુદ્ધસિંહ જાડેજા, નિકુલભાઈ પંપાણીયા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર અને નરેન્દ્રસિંહ રાઠોડે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

error: Content is protected !!