ઈરાનમાં ચારેતરફ ચિત્કાર: ૧૬૫ માસૂમ દીકરીઓની એકસાથે નીકળી અર્થી, રડતી આંખે આખા દેશે આપી વિદાય.

Loading

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે માનવતાને શર્મસાર કરતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી.ઈરાનના હોર્મોઝગાન પ્રાંતના મિનાબ શહેરમાં એક શાળા પર થયેલા હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું.આ હુમલામાં કાળજાના કટકા જેવી ૧૬૫ નિર્દોષ વિદ્યાર્થિનીઓના મોત નીપજ્યા હતા.આજે જ્યારે આ માસૂમ બાળકીઓના સામૂહિક જનાજા નીકળ્યા ત્યારે પથ્થર દિલ માનવી પણ રડી પડ્યો હતો.
શિક્ષણનું મંદિર સ્મશાનમાં ફેરવાયું
૨૮ ફેબ્રુઆરીનો એ કાળો દિવસ મિનાબ શહેર ક્યારેય નહીં ભૂલી શકે…જ્યારે માસૂમ બાળકીઓ હાથમાં પેન અને પુસ્તક લઈને ભણવા ગઈ હતી. ત્યારે જ એકાએક થયેલા હુમલાએ શાળાની ઈમારતને કાટમાળમાં ફેરવી દીધી. પ્રાથમિક શાળામાં ભણતી નાની-નાની બાળકીઓ, જેમને હજુ દુનિયા શું છે તેની પણ ખબર નહોતી.. તેઓ આ હિંસાનો ભોગ બની..બચાવ કામગીરી દરમિયાન જ્યારે કાટમાળમાંથી એક પછી એક નાનકડા મૃતદેહો બહાર આવવા લાગ્યા, ત્યારે બચાવકર્મીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
મિનાબની ગલીઓમાં આખું શહેર હીબકે ચઢ્યું
આજે જ્યારે ૧૬૫ સફેદ કફનમાં લપેટાયેલા નાનકડા તાબૂતો (અર્થીઓ) એકસાથે રસ્તા પર નીકળ્યા, ત્યારે દ્રશ્ય એટલું હૃદયદ્રાવક હતું કે આખું મિનાબ શહેર રસ્તા પર ઉતરી આવ્યું હતું.જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર નાનકડા તાબૂતોની લાંબી લાઇન દેખાતી હતી.પોતાની વહાલી દીકરીઓને ગુમાવનાર માતા-પિતાના આક્રંદથી આખું આકાશ ધ્રૂજી ઉઠ્યું હતું.આ માસૂમોના માનમાં મિનાબના તમામ બજારો બંધ રહ્યા અને લોકોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો.
વિશ્વ આખું સ્તબ્ધ
અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓના જવાબમાં ઈરાન વળતી કાર્યવાહી કરી રહ્યું છે..પરંતુ આ સત્તાના જંગમાં નિર્દોષ લોહી રેડાયું છે.૧૬૫ પરિવારોના દીવા હંમેશા માટે બુઝાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આ સામૂહિક અંતિમ સંસ્કારની તસવીરો જોઈને દુનિયાભરના લોકો આ હિંસાની નિંદા કરી રહ્યા છે અને શાંતિની અપીલ કરી રહ્યા છે.

error: Content is protected !!