ગોંડલ શહેરમાં ડુપ્લીકેટ તંબાકુ, બીડી અને ગુટખાનો જથ્થો ઝડપાયો – એક આરોપી ઝડપાયો, એક ફરાર.

Loading

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ડુપ્લીકેટ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાએ ગોંડલ શહેર વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી ડુપ્લીકેટ તંબાકુ, બીડી તથા ગુટખાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.જે. ઝાલા અને પી.બી. મિશ્રા પેટ્રોલિંગ દરમિયાન હતા.
આ દરમ્યાન મળેલી બાતમીના આધારે ગોંડલ-ગુંદાળા રોડ ઉપર આવેલ “વિશ્વાસ” નામના ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ડુપ્લીકેટ તંબાકુ, બીડી તથા ગુટખાનો મોટો જથ્થો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે.
ઝડપાયેલ આરોપી
અશરફભાઈ મહંમદભાઈ સંજાત (ઉ.વ. ૪૫), રહે. નીલમ પાર્ક, તાજ ટાવર, રૂમ નં. ૪૦૧, ગોંડલ
ફરાર આરોપી
મનોજભાઈ ગીરધરભાઈ, રહે. ગોંડલ (અટક કરવા બાકી)
કબ્જે કરાયેલ મુદ્દામાલ
બાગબાન તંબાકુ બોક્સ – ૨૯ (કિંમત રૂ. ૯૪,૨૫૦)
સુરેશ તંબાકુ બોક્સ – ૨૩ (કિંમત રૂ. ૪,૧૪૦)
સાબળે બીડી બોક્સ – ૧૨૩ (કિંમત રૂ. ૫૫,૭૧૯)
ચારભાઈ બીડી બોક્સ – ૨૮ (કિંમત રૂ. ૧૩,૧૬૦)
આર.એમ.ડી પાન મસાલા બોક્સ – ૩૪ (કિંમત રૂ. ૨૦,૪૦૦)
👉 કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૧,૮૭,૬૬૯ કબ્જે લેવાયો છે.
કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગી, પો.સબ ઇન્સ્પેક્ટર જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા, એ.એસ.આઈ વિપુલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બોહરા, પો.હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, પો.કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી સહિત બાતમીદારો વિપુલભાઈ ગોહેલ, રણજીતભાઈ ધાધલ અને પૃથ્વિરાજસિંહ ડોડીયાએ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર વેપારના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચાલુ છે.

error: Content is protected !!