400 કરોડની ડિજિટલ લૂંટ, કમિશનના ખેલે આખી ચેઇન પકડાઈ: ગોંડલ APMC પેઢીના અનેક લોકો નામો ખુલી શકે તેવી સંભાવના..?
![]()
રાજકોટ અને અન્ય રાજ્યોમાં ફેલાયેલા વિશાળ સાયબર ફ્રોડ નેટવર્કનો ભંડાફોડ થયો છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અલગ-અલગ બેંક એકાઉન્ટ અને આંગડિયા માધ્યમથી આશરે 400 કરોડથી વધુની ગેરકાયદેસર રકમની ઉઠાંતરી કરી હતી.
એનસીઆરપી 1930 પોર્ટલ પર કુલ 111 જેટલી ફરિયાદો નોંધાઈ છે, જેમાં અંદાજે ₹16 કરોડથી વધુની રકમ રિપોર્ટ થઈ છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ પોતાના અને અન્યના બેંક ખાતાં ભાડે આપી, કમિશન આધારિત વ્યવહારો કરી સાયબર ઠગાઈથી મેળવેલ નાણાં મૂળ આરોપીઓ સુધી પહોંચાડ્યા હતા.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે સમગ્ર ગેંગના કનેક્શન શોધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાયદેસર કાર્યવાહી થવાની શક્યતા છે.
ગોંડલ APMC પેઢીના અનેક લોકો નામો ખુલી શકે છે…












