ગોંડલ આસપાસ, રાજકોટ જિલ્લામાં બાયોડીઝલ પંપોના શંકાસ્પદ લાઈસન્સ મુદ્દે તપાસની માગણી પંપો સામે કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા ની રજૂઆત.

Loading

નેશનલ, સ્ટેટ હાઈવે આસપાસ ચાલતા પંપોમાં પ્રતિબંધિત ઈંધણના ગેરકાયદે વેચાણની આશંકા

રાજકોટ જીલ્લામાં (Dastak Bio Diesel) (Mv Eco Energy) MEE Bio Diesel કંપનીના શંકાસ્પદ લાઈસન્સના આધારે નેશનલ તથા સ્ટેટ હાઈવેની આજુબાજુમાં ખુલેલા ડીઝલના વેચાણ પંપ વિરૂધ્ધ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ એ રજૂઆત કરી હતી.

ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા એ જિલ્લા કલેક્ટરને પત્ર લખી જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં નેશનલ તથા સ્ટેટ હાઈવે સહીતની જગ્યાઓ ઉપર દસ્તક (Dastak Bio Diesel) નામની બાયોડીઝલ કંપનીના લાઈસન્સના આધારે ગેરકાયદેસર રીતે વાહનોમાં ડીઝલ પુરવા માટેના પંપો ધમધમતા હોય પરંતુ અમારી જાણ મુજબ તથા તપાસ કરતા આ દસ્તક કંપની પાસે કોઈ પણ પ્રકારનું કાયદેસર પરમીશન કે મંજુરીના હોય ખોટા આધાર પુરાવાના આધારે આપીને લાઈસન્સ બાયોડીઝલને બદલે ગુજરાત સરકારનું પ્રતિબંધીત અતી પ્રદુષણ ફેલાવતા ઈધનનું ગેરકાયદેસર વેંચાણ ચાલી રહ્યું હોય. (My Eco Energy) MEE Bio Diesel નામની કંપની દ્વારા અનેક વ્યકિત તથા પેઢીઓને પર્યાવરણને અનુકુળ (Bio Fuel) Renewable Diesel વહેંચવા માટે લાઈસન્સ ઈસ્યુ કરેલ હોય અને તેના આધારે ઘણી જગ્યાઓ પર પંપ દ્વારા જાહેરમાં મધ્યમ તથા ભારે વાહનોમાં ઈંધન ભરવામાં આવતું હોય. પરંતુ અમોને મળેલ ફરીયાદો મુજબ આ MEE કંપનીનું ઈધણ ઉચી કિંમતે પડતર થતું હોય લાઈસન્સ ધારકોને વધુ નફો ના મળતો હોય આ MEE કંપનીના લાઈસન્સ ધારકો દ્વારા આ કંપની સાથે સાંઠગાંઠ કરીને માસીક અમુક (હપ્તા) આપીને MEE કંપનીના ઈધણને ગુજરાત સરકાર રકમ બદલે દ્વારા પ્રતિબંધિત અતી પ્રદુષણ ફેલાવતા ઈંધણનું ગેરકાયદેસર વેંચાણ કરતા હોય તો જીલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. કે દસ્તક (Dastak Bio Diesel) કંપનીની વૈધ્યતાની યોગ્ય તપાસ કરવી તથા Dastak અને MEE કંપનીના લાઈસન્સના આધારે પંપો દ્વારા વેંચાણ કરવામાં આવતા ઈધણની લેબોરેટરી દ્વારા તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે. માન્ય હાલમાં ભારત સરકાર દેશમાં વધી રહેલા ગ્લોબલ વોર્મિંગની બાબતમાં ખુબ સજાગ અને કડક હોય પરંતુ આ પંપો દ્વારા વેંચાણ કરવામાં આવતું ઈંધણ ખુબ પ્રદુષણ ફેલાવતું હોય અને સરકારને મળતા ટેક્ષમાં પણ ભારે નુકશાન થતું હોય છે તેવું અંત માં જણાવ્યું હતું.

error: Content is protected !!