કાલાવડ – ધેલાસોમનાથ હેવી વિજલાઈનનો ચોરડી પાટીદળના ખેડૂતો અને ગ્રામ પંચાયતે નોંધાવ્યો વિરોધ : ગામમાંથી પસાર થતી વીજ લાઈન અન્ય જગ્યામાં ખસેડવાની માંગ.
![]()
ગોંડલ ચોરડી ગ્રામ પંચાયત કમિટી તેમજ પાટીદળ ગ્રામ પંચાયત કમિટી દ્વારા કાલાવડ -ધેલાસોમનાથ હેવી વિજલાઈનનો વિજ પ્રવાહ બન્ને ગામમાંથી પસાર થવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોય આડેધડ કામગીરીને પગલે ખેડુતોમાં અને ગ્રામજનોમા રોષ જોવા મળ્યો હતો જેમને કારણે ચોરડી અને પાટીદળ ગ્રામ પંચાયતની એક ખાસ મિટિંગ યોજાઈ હતી જેમાં ખેડૂતો અને ગ્રામ પંચાયતને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આડેધડ પોલ ઉભા કરવાની કામગીરીનો વિરોધ કર્યો હતો.

ગુજરાત ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જામનગર દ્વારા 400 kv વીજલાઈન ચોરડી તેમજ પાટીદળના ખેડૂત ખાતેદારોના ખેતરોમાંથી તથા ગ્રામ્ય વિસ્તારની વચ્ચોવચ્ચથી પસાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા બન્ને ગામના ખેડૂતો અને લોકોમા રોષ ભભુકી ઉઠયો હતો હેવી વિજલાઈન ચોરડી સુરજ મૂછાળા સ્કૂલ સ્મશાન ગૃહ મંદિર તથા રેલ્વે લાઈન તેમજ નેશનલ હાઈવે ગોંડલની નદી પસાર કરી કાલાવડ થી ઘેલા સોમનાથ લાઈન પ્રસાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકનો સોથ વાળી નુકસાની કરતાં કંપની સામે વિરોધમાં બંને ગ્રામ પંચાયત તથા બંને ગામના ખેડૂતો દ્વારા ચોરડી ગ્રામ પંચાયતે એક ગ્રામ સભાનું આયોજન કરેલ જેમાં ગ્રામ પંચાયત કમિટીઓ તથા ખેડૂતોનાં ખેતરોમાં કોઈ પણ પ્રકારની નોટીસ કે જાણ કર્યા વગર ખેતરોમાં સામાન ઉતારતા વિરોધનો સુર ઉઠયો હતો આ કામગીરી તાત્કાલિક અસરથી રોકવાની માંગ કરી હતી અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી
બન્ને ગામના મુખ્ય મુદ્દાઓ રેસીડેન્સી વિસ્તાર પાટીદળ ગામ તેમજ ચોરડી ગામમાંથી પસાર થતી હેવી લાઈનને લઈને અનેક સમસ્યાઓનો સામનો કરવાની ફરજ પડશે બાળકોની સ્કૂલ. સ્મશાન ગૃહ ઉપરથી હેવી વિજલાઈન પસાર થાય તો કાયમી ધોરણે બાળકો તેમજ ગ્રામજનો અને ખેડૂતો ઉપર જીવનું જોખમ ઉભું થવાની શક્યતાઓ નકારી શકાય નહી સરકારશ્રીમાં તેમજ જેટકો પાસે બન્ને ગ્રામપંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી કામગીરી રોકી અન્ય વિકલ્પ પસંદ કરવો અન્યથા ગ્રામજનો અને ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી












