ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં વિદ્યાર્થીઓની રમતગમત પ્રતિભા છલકાઈ – Annual Sports Meet – 2025 નું ભવ્ય આયોજન.

Loading

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને Annual Sports Meet – 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરતી ગંગોત્રી સ્કૂલ રમત-ગમત, શિસ્ત અને તંદુરસ્તીના ક્ષેત્રે પણ હંમેશાં આગવી ઓળખ ધરાવે છે.

આ Annual Sports Meetની શરૂઆત ભવ્ય Opening Ceremony સાથે કરવામાં આવી હતી, જેમાં NCC, Scout & Guide તથા નેશનલ પ્લેયર ટીમોના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ અને March Past રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ વેલકમ યોગા ઇવેન્ટએ સૌને આરોગ્ય અને તંદુરસ્તીનું મહત્વ સમજાવ્યું હતું.

આ પ્રસંગે ખાસ આકર્ષણરૂપે પ્રિ – સ્કૂલના નાનાં નાનાં ભુલકાઓએ Pom-Pom Drill દ્વારા સૌના દિલ જીતી લીધા હતા. સાથે જ ભાઈઓ અને બહેનો દ્વારા રજૂ કરાયેલ પિરામિડ પરફોર્મન્સએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અવસરે વર્ષ દરમિયાન વિવિધ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,

જેના કારણે અન્ય વિદ્યાર્થીઓને પણ રમત-ગમતના ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી હતી. ત્યાર બાદ ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અને ફાઉન્ડર સંદીપસર છોટાળા દ્વારા Annual Sports Meet – 2025ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દોડ, અવરોધક દોડ, રિલે રેસ, સંતુલન દોડ, બુક બેલેન્સ, બોલ બેલેન્સ, હેન્ડબોલ, ચક્ર ફેંક, ગોળા ફેંક, કબડ્ડી, ખો-ખો સહિત વિવિધ રમત સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ખેલભાવ, શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવાનો રહ્યો હતો.

કાર્યક્રમના અંતે વિવિધ રમતોમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અને ફાઉન્ડર સંદીપસર છોટાળાના હસ્તે મેડલ્સ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ તમામ વિદ્યાર્થીઓને રમત-ગમતના ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવનાર વિદ્યાર્થી, શિક્ષક અને મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. Annual Sports Meet – 2025 ગંગોત્રી સ્કૂલ માટે એક યાદગાર, ઉત્સાહભર્યું અને સફળ આયોજન તરીકે નોંધપાત્ર બન્યું હતું.

error: Content is protected !!