ગોંડલ શિવમ સાર્વજનીક ટ્રસ્ટના સભ્યો દ્વારા પત્રકાર સંધના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોનો સન્માન કાર્યક્રમ યોજાયો…

Loading

ગોંડલ શિવમ સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત પત્રકાર સંધના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો…

ગોંડલમાં તાજેતરમાં મળેલી પત્રકાર સંધની મીટીંગમા નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જે વરણીને આવકારવા સેવાકીય પ્રવૃતિઓમાં હરહમેંશા અગ્રેસર શિવમ સાર્વજનીક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડના અધ્યક્ષ સ્થાને સમગ્ર ટીમ દ્વારા નવનિયુક્ત કમીટીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ, ડો.પ્રદીપ મકવાણા (એમ.ડી.ફિઝિશિયન – વાડોદરિયા હોસ્પિટલ) ગોંડલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઈ ધીણોજા,

શિવમ સાર્વજનીક ટ્રસ્ટના જયભાઈ માધડ, ગિરીશભાઈ ગોહેલ, જગાભાઈ ભરવાડ, કેતનભાઈ પરમાર, ક્રિષ્નાભાઈ માધડ, નિતીનભાઈ પરમાર, દેવ માધડ, વિશાલ ભરવાડ, અમિતભાઈ ઝાપડા, પરાગ રોજાસરા સહિતના હોદ્દેદારોએ પત્રકારોનું સાલ, પુષ્પગુચ્છ, ફુલહાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા…

આ તકે પત્રકાર સંધના પ્રમુખ વિશ્વાસ ભોજાણી, ઉપપ્રમુખ ગૌરાંગ મહેતા, મહામંત્રી આશિષ વ્યાસ, પત્રકાર ધ્રૃવભાઈ કાછડીયાએ શિવમ સાર્વજનીક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ તેમજ તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરી ખુશી વ્યક્ત કરી હતી…સાથે પત્રકાર સંઘના હોદ્દેદારો દ્વારા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સમગ્ર ટીમને સન્માનિત કર્યા હતા…

error: Content is protected !!