ગોંડલ પત્રકાર સંધના પ્રમુખ ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી : ગોંડલમાં પ્રથમવાર યોજાયેલ મિટિંગમાં સર્વાનુમતે સંગઠનની રચના કરવામાં આવી.
![]()
રાજકીય અગ્રણીઓ સમાજીક સંસ્થાઓની ઉપસ્થિતિમાં નામાવલી જાહેર કરવામાં આવી…નવનિયુક્ત કમીટીના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી…
ગોંડલ પત્રકાર સંધની એક અગત્યની મીટીંગ ગુલમહોર રોડ ઉપર આવેલ હર્ટલી હેવન રીસોર્ટ્સ ખાતે યોજાઈ હતી જેમાં શહેરના રાજકીય અગ્રણીઓ સમાજીક સંસ્થાઓની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવતાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં નામવલી જાહેર કરી શુભેચ્છાઓ પાઠવી હતી..

ગોંડલ શહેરના પ્રીન્ટ મીડીયા ઈલેક્ટ્રોનિક મીડિયા સોશ્યલ મીડિયાની થોડા સમય પહેલા એક અગત્યની મીટીંગ મળી હતી જેમાં કારોબારી સભ્યોની નિયુક્તિ બાદ પ્રમુખ ઉપપ્રમુખની ઈલેકશન નહી પરંતુ સીલેકશન કરી જાહેર કરવા અંગેની ચર્ચાઓ થઈ હતી

જે આજે ગુલમહોર રોડ ઉપર આવેલ હાર્ટલી હેવન રીસોર્ટ્સ ખાતે યોજાઈ હતી શહેરના રાજકીય અગ્રણીઓમાં શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, પૂર્વ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પ્રતિનિધિ વૈભવભાઈ ગણાત્રા, કારોબારી ક્રિપાલસિંહ જાડેજા, પીન્ટુભાઈ ચુડાસમા પ્રવિણભાઈ રૈયાણી, રૂષીરાજસિંહ જાડેજા, ચંદુભાઈ ડાભી,


તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા, કોંગ્રેસ અગ્રણી યતિષભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટીના જીગીષાબેન પટેલ, આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ નિમીષાબેન ખૂંટ, સામાજીક સંસ્થાના હિરેન ડાભી, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડ, ગૌ સેવક ગોપાલભાઈ ટોળીયા, ગોરધનભાઈ પરડવા સહિતના આમંત્રીત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યુ હતું. ઉપસ્થિતિ અગ્રણીઓની હાજરીમાં

ગોંડલ પત્રકાર સંધના પ્રમુખ તરીકે વિશ્વાસભાઈ ભોજાણી, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ મહેતા, મહામંત્રી આશિષભાઈ વ્યાસ, સહ મંત્રી રૂષીકેશભાઈ પંડ્યા, ખજાનચી પીન્ટુભાઈ(દેવાંગભાઈ) ભોજાણી, સહ ખજાનચી સંકેતભાઈ બરવાડીયા, સંગઠન મંત્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, કારોબારી સભ્ય સાગરભાઈ કાચાની સર્વાનુમતે સીલેકશન કરી નિયુક્તિ કરવામાં આવતાં શબ્દોથી અને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ શેખડાએ કર્યું હતું સ્વાગત પ્રવચન પત્રકાર ધ્રુવભાઈ કાછડીયા દ્વારા કરેલ હતું આભાર વિધિ જયેશભાઈ ભોજાણીએ કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રભાઈ પટેલ, રવિભાઈ રામાણી,આમદભાઈ ચૌહાણ કલ્પેશભાઈ સાકરીયા, જયમીન જયસ્વાલ, ચિરાગ ચાંગેલા, આશિષ ગઢવી, સાગર ભુવા, સીરાજભાઈ નકાણી, ક્રિસ પટેલ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.


પત્રકાર સંઘના નવ નિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ સહિત નવી ટીમને ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી ગણેશભાઈ, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સિનિયર પત્રકારો તેમજ શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વર્ષાવ્યો હતો…











