ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે હર્ષદસિંહ ઝાલા એ ભ્રષ્ટાચાર ગેરરીતિ મુદ્દે ચીફ ઓફિસર સામે ખાતાકીય તપાસ કરવા મુખ્યમંત્રી કરી રજૂઆત.
![]()
ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફસર પોતાના હોદોનો દુર ઉપયોગ કરી બાંધકામ બહુમાળી માર્જીનની જગ્યામાં મનસ્વી રીતે છુટછાટ આપી ફરજમાં બેદરકારી બદલ તેમજ નગરપાલિકામાં નાણાંનો જાણી જોઇને ગેરવર્તણૂકના આક્ષેપો સાથે ખાતાકીય તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે
ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ગોંડલ શહેર ની નગરપાલિકાના ચીફ ઓફિસર ફરજ મા ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર ગેરરીતી
કરતાં હોય ગત તારીખ ૧૫/૦૨/ ૨૦૨૨ ના રોજ નિમણુક થયેલ છે. ચીફ ઓફિસર બીજા વર્ગના કર્મચારી તરીકેના અધીકારી હોય તેઓની સેવા ફરજની ગોંડલ નગરપાલિકા મા ૧૫/૦૨/૨૦૨૫ ના રોજ ત્રણ વર્ષની મુદત પૂર્ણ થયેલ હોવા છતાં આ અધિકારી ગોંડલ નગરપાલિકામા હાલના તબકકે ફરજ બજાવે છે સ્થાનિક સતાધીશો સાથે મેળાપીપણું કરી ગોંડલ નગરપાલિકામાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર ના ભાગીદાર બનવા ટેવાયેલા હોવાથી રાજ્ય સરકારના કોઈ વધારાના ફરજ સમય પીરીયડના નિર્ણય વિના રહેલ છે. તેને અન્ય જગ્યા પર તબદીલ કરવા ગોંડલ નગરજનોના હિત માટે તેમજ નગરપાલિકામા થતી ગેરરીતી અને પારાવાર થતી નુકશાની ને અટકાવવા તાત્કાલિક તેઓની સામે તપાસ કરી ખાતાકીય પગલાં લેવા અનિવાર્ય બન્યાં છે આ ઉપરાંત ચીફ ઓફિસર એ.જે .વ્યાસ દ્વારા ટુક સમય પહેલા ડોર ટુ ડોર કચરા કલેક્શનમા સૌથી નીચું ટેન્ડર ભરનાર દરબાર વેસ્ટ કોર્પોરેશન સુરત વાળા ના ટેન્ડર મા ધાંલમેલ કરી ગેરરીતી આચરી ગુનાહિત કૃત્ય તેઓએ કરેલ છે દરબાર વેસ્ટ કોર્પોરેશનના માલિકનું ગોંડલ નગરપાલિકા ના સરકારી વાહન માં અપહરણ કરી ગોંડલ નગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયામાંથી બહાર રહેવાનું સોગંદનામું કરાવી તેઓ સાથે મારઝુડ કરી હતી, તેનો ગુનો ગોંડલ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન મા નોંધાયેલ હોય જે ગુનાની FIR પણ થયેલી હોય ગુનાહિત કૃત્ય કરતા આ ગોંડલ નગરપાલિકા ના કાર્યરત ચીફ ઓફિસર પોતાની ફરજ સંદર્ભે ની ખાતાકીય તપાસ કરવી પણ ઉચિત ગણાય
ગોંડલ નગર પાલિકાના ચીફ ઓફિસર પોતાની ફરજમાં ગેરરીતી આચરે છે.ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ અને નગર પાલિકાના હોદ્દેદાર ન હોય તેવા ભાજપ ના હોદ્દેદારો ના ફોટા લગાવી તેનું બીલ નગરપાલીકામાં ઉધારીને જાહેર નાણા નો જાણી જોઇને દુર્વ્યય કરેલ છે પોતાની ફરજમાં જાણી જોઇને ગેર વર્તણુક આચરે છે. જેથી તેઓ સામે ખાતાકીય તપાસ કરવા જાહેર હિત માટે ઉચિત છે ચીફ ઓફિસરએ પોતાના અત્યાર સુધીના કાર્યકાળમા ગોંડલ નગરપાલિકા હદ વિસ્તારમા આવતા નવા બાંધકામોમાં એફ એસ .આઈ. ( બાંધકામ માર્જીન)મા ખોટી રીતે અંધાધુંધ છૂટછાટ આપી તેમજ કોમર્શીયલ બહુમાળી બિલ્ડીંગો માં બે થી ઉપરના માળને રહેણાક દર્શાવીને જાનહાની થાય તેવા પોતાનાં મનસ્વી હુકમ કરી હોદેદારો સાથે મેળાપીપણું કરી માતબર રકમ મેળવી પોતાની બાંધાકમ અંગેની ફરજમાં ગેરરીતી આચરેલ હોય તથા મનસ્વી હુકમ કરી જે જગ્યા એ રાષ્ટ્રીયકૃત બેંક ઓફ ઇન્ડિયા કે જે સર્કીટ હાઉસ સામે આવેલ છે. તે જગ્યા ઉપર બેંક ના ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર જગ્યાના માલિક સાથે મેળાપીપણું કરી બાંધકામની ખોટી રીતે મંજુરી આપી દીધેલ છે.તેમજ ૨૦૦૫ એકટ હેઠળ આવતા માહિતી અધિકાર ના કાયદામાં માહિતીના મળવા પાત્ર કાગળો મા એક પેઈજ ના બે રૂપિયા નિર્ધારિત થયેલ છે. જેમાં તેઓ મનસ્વી રીતે હોદેદારો સાથે મેળાપીપણું કરી એક પેઈજના રૂ. દસ વસુલ કરે છે જાગૃત નાગરિકો નગરપાલિકા ના મનસ્વી વહીવટ થી અજાણ ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ P.I.L. ના હુકમ ને આધીન ગોંડલ શહેરમાંથી પ્રવેશતા બે રાજાશાહી વખત ના પુલ ગુજરાત સરકારે મંજુર કરેલ જે P.I.L. માં ગુજરાત સરકારે આ ચીફ ઓફિસર સામે ખાતાકીય તપાસ કરવાનો હુકમ પણ કરેલ છે તેવા અનેક આક્ષેપો સાથે
તાકીદે ખાતાકીય તપાસ કરી ધોરણસર કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરવામાં આવી છે












