ગોંડલનાં વેજાગામમાં માહિતી ખાતા દ્વારા સરકારની યોજનાકીય માહિતી પીરસાઈ : પરંપરાગત માધ્યમ સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન અપાયું.

Loading

 પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ દ્વારા ગોંડલના વેજાગામ ખાતે પરંપરાગત માધ્યમ દ્વારા યોજનાકીય જાણકારી આપવામાં આવી હતી. વેજાગામ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કલાકારશ્રીઓ દ્વારા પરંપરાગત લોક ડાયરાનાં માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

        શાળાનાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા, આરોગ્ય લક્ષી યોજનાઓ, સેવાસેતુ કાર્યક્રમ, સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓ સહિત યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. યોજનાકીય જાણકારી સાથે કલાકારશ્રીઓ દ્વારા લોક સાહિત્ય તેમજ લોકગીતો પણ રજૂ કર્યા હતા.

        આ તકે શાળામાં ગામના સરપંચશ્રી ભાલાળા વર્ષાબેન, શાળાના આચાર્યશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, માહિતી ખાતાનાં સિનીયર સબ એડિટર શ્રી જીતેન્દ્ર નિમાવત, કલાકારશ્રી સરોજબેન ચાવડા, શ્રી મુકુંદભાઈ જાની, શ્રી વિશારામ હરિયાણી તેમજ શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!