આટકોટમાં નિર્ભયાકાંડ જેવી ઘટના! 6 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ , નરાધમે ભયાનક ક્રુરતા આચરી.
![]()
ગુજરાતમાં ફરી એકવાર નિર્ભયા જેવો ધ્રુજાવી દેતો દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો બન્યો છે. જસદણના આટકોટમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ જતા નરાધમે બાળકીને ગુપ્તાંગમાં સળિયા જેવી વસ્તુ ઘુસાડીને તેને લોહીલુહાણ કરી દીધી હતી. હાલ બાળકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તારીખ 4 ડિસેમ્બરનાના રોજ આ ઘટના બની હતી. જસદણના આટકોટમાં 6 વર્ષીય બાળકી ખેતરમાં રમતી હતી, તે સમયે હેવાન નરાધમ ઉઠાવી ગયો હતો. તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો. ગુજરાતીને નરાધમ બાળકીને કણસતી હાલતમાં મૂકી ફરાર થયો હતો.
બાળકીને લોહી લુહાણ હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડાઈ છે. આટકોટ પોલીસ, LCB, SOG સહિત ટીમોએ આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે. આટકોટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિહં ગુર્જરે સમગ્ર કેસની માહિતી આપતા જણાવ્યું કે, રાજકોટ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની ધરપકડ કરી છે. રામસિંગ તેરસિંગ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ જતા હથિયારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી 100 શખ્સોની પૂછપરછ કરી હતી, અને આખરે આરોપી ઝડપાયો હતો.












