ગોંડલ શહેરના ભોજરાજપરા કુંભારવાડા વિસ્તારમાંથી મહિલાઓ સહિત સાત જુગાર રમતા ઝડપાયા : રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી : પોલીસે રૂ ૧,૯૭,૦૦૦ હજારનો મુદ્દામાલ જપ્ત.

Loading

રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી.ગોહીલ તથા PSI આર.વી.ભીમાણી સહિતનો સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન મળેલ હકિકત બાતમીના આધારે ગોંડલ ભોજરાજપરા કુંભારવાડા મામાદેવ ના મંદિર પાસે ઇન્દુબેન જેન્તીભાઈ માલકિયાના રહેણાંક મકાનમાં જુગાર રમતો હોવાની જાણ થતાં રેડ કરી હતી

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભોજરાજ પરા કુંભારવાડા મકાનમા જુગાર રમતાં અશોકભાઈ ઉર્ફે મેમાન ગોવિંદભાઈ સાસાણી ઉ.વ.૪૦ રહે. ગોંડલ વોરાકોટડા આવાસ યોજના
સલીમભાઇ હાસમભાઈ બુકેરા ઉ.વ.૪૫ રહે. ગારિયાધાર નવાગામ રોડ તા. ગારિયાધાર જી. ભાવનગર રવજીભાઈ ઉર્ફે ભગત મેરાભાઈ ઢીલા ઉ.વ.૫૦ રહે. મુ.પરવાળા તા. ઉમરાળા જી. ભાવનગર દક્ષાબેન ઉર્ફ દ્રષ્ટિ વા/ઓફ હિરેનભાઈ ગોંડલ ભાવનાબેન વા/ઓફ મગનભાઈ કરસનભાઇ વોરા ઉ.વ.૫૫ રહે. રાજકોટ એટિકા ફાટક પાસે શ્યામ હોલ ની બાજુ માં શ્રદ્ધા સોસાયટી શેરી નંબર-૨ વિલાસબેન વા/ઓફ ભીખાભાઇ ભટ્ટી ઉ.વ.૫૦ રહે. ગોંડલ આશાપુરા ફાટક પાસે રૈયારાજ નગર ઇન્દુબેન જેન્તીભાઈ માલકિયા રહે. ગોંડલ ભોજરાજપરા કુંભારવાડા મામાદેવ ના મંદિર પાછળને ઝડપી પાડી રોકડા રૂ.૧,૭૨,૦૦૦ હજાર મોબાઇલ ફોન નંગ-૦૫ રૂ.૨૫,૦૦૦/હજાર કુલ મુદામાલ રૂ. ૧,૯૭,૦૦૦/-હજારનો કબ્જે કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી પોલીસ ઈન્સ વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા જયવીરસીંહ રાણા તથા અનિલભાઈ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા મનોજભાઇ બાયલ તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા નાઓ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!