ગોંડલ તાલુકાના મગફળી કેન્દ્ર ઉપર તોલ-માપ. અધિકારીની નિમણૂંક કરવા રજૂઆત:આપ મહિલા નેતા જીગીષા પટેલે જીલ્લા કલેકટરને જવાબદાર કર્મચારી વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી.

Loading

ગોડલ તાલુકાના મગફળી કેન્દ્ર ઉપર તોલમાપમાં ગરબડી થતા. હોવા અંગેની રજુઆત સાથે તોલમાપ અધિકારીઓને મુકવા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે

ગોંડલ તાલુકાના ખેડુતોની ટેકાના ભાવે થયેલ રજીસ્ટર ગોંડલ તાલુકા સંધ કોલીથડ જામવાડી બીલીયાળા સહકારી મંડળી દ્વારા ખરીદ ચાલુ કરવામાં આવતાં સરકારે જાહેર કરેલા વજન કરતાં વધારે વજન લેવાતો હોવાનો અમારી જાણમાં આવતાં સ્થળ ચેકિગ દરમિયાન ખેડૂતો સાથે અન્યાય થતો હોય મગફળી કેન્દ્ર ઉપર ગત તા-૨૯/૧૨/૨૦૨૫ ના રોજ અમો રૂબરૂ મુલાકાત લેતા ત્યા કેન્દ્રમાં ગરબડી થતી હોય

જે અંગે વિડીયોના માધ્યમથી અમારા Facebook Id પર લાઈવ કરી ખેડુતો અને મિડિયાનાં. માધ્યમથી સરકાર સુધી વાત પહોચાડેલ હોય આમ આવીજ રીતે કોલીથડ મગફની કેન્દ્ર તેમજ ગોંડલ તાલુકા સંધ પણ મગફળી ખરીદીમાં તોલ-માપમાં ગરબડી થતી હોય જેના. અમારી પાસે પુરાવા.છે જામવાડી મગફળી કેન્દ્રમાં ચાલતું હોવાની શંકાઓ નકારી શકાય નહીં જેમને કારણે તમાન-મગફળી કેન્દ્રની જાતે મુલાકાત લઈ તાત્કાલિક અસરથી તોલમાપ અધિકારીઓની નિમણૂક કરવાની માંગ કરી છે તેમજ આ કામમાં સંડોવાયેલા કર્મચારીઓ વિરૂધ્ધ કાયદેસરના પગલા લઈ કડક કાર્યવાહી કરવા જરૂરી બન્યાં છે

error: Content is protected !!