ગોંડલ રીબડાના ચકચારી અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને અતાઉલ્લા ના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ એ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો.
ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરન્ડર કરતાં કોર્ટએ જુનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો જ્યાંથી ગોંડલ તાલુકા પોલીસે કબ્જો લઈ અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં ગોંડલ કોર્ટમાં રજૂ કરતાં નામદારે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે આપધાત પ્રકરણમાં નાશતા ફરતા આરોપી અતાઉલ બદરૂદ્દીન મણીયારની બાતમી મળતાં LCBએ ઝડપી પાડી ગોંડલ તાલુકા પોલીસ હવાલે કર્યો હતો જેમને રીમાન્ડ અર્થ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
ચકચારી અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં અનિરુદ્ધસિંહ અને અતાઉલ બદરૂદ્દીન મણીયાર ના રિમાન્ડ પૂર્ણ થતાં ગોંડલ કોર્ટમાં રજૂ કરતાં નામદારે કોર્ટએ અતાઉલની રાજકોટ જીલ્લા સિવાયની અન્ય જેલમાં મોકલવામાં અંગે અરજી આપતાં બન્ને આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો.