અનિરુદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરન્ડર.. કોર્ટએ જુનાગઢજેલ ખાતે મોકલી આપ્યા… રાત્રે આઠ વાગ્યા બાદ અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં તાલુકા પોલીસ કબ્જો લેશે ??
ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમુકતી ને પડકારતી અરજી પ્રપૌત્ર હરેશ સોરઠીયાએ હાઈકોર્ટેમા કરતાં નામદારે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો જે આદેશ ને પગલે અનિરુદ્ધસિંહએ સુપ્રીમમાં પડકારતા સુનાવણી બાદ હાલ પૂરતો મનાઈ હુકમ આપ્યો હતો…..
પરંતુ આ સ્ટે ઓર્ડર માત્ર એક દિવસમાંજ પાછો ખેંચી સરેન્ડર થવા સાંજના આઠ વાગ્યા સુધીનો ટાઈમ આપેલ હતો ઉચ્ચ ન્યાયાલયના હુકમને શિરોમાન્ય માની ગોંડલ રાઠોર સાહેબની કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ બપોરબાદ સરેન્ડર કર્યું હતું
જે અંગેની જાણ વાયુવેગે ગોંડલ શહેર પંથકમાં પ્રસરી જતાં મોટીસંખ્યામાં રીબડાના સમર્થકો કોર્ટ આસપાસ ઉમટી પડ્યા હતા કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે રાજકોટ ગ્રામ્ય પોલીસનાં ધાડેધાડા ઉતરી પડ્યા હતા જુનાગઢ જેલ હવાલે બાદ ગોંડલ તાલુકા પોલીસ ચકચારી રીબડાના અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં રાતના આઠ વાગ્યા બાદ અનિરુદ્ધ સિંહ જાડેજાનો કબ્જો લઈ કાર્યવાહી કરશે