ચોરડી નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ બનાવવા નાં મુદ્દે ગ્રામજનો નું હલ્બાબોલ:નેશનલ હાઇવે ઓથોરીટી નાં અધિકારીઓ ચોરડી દોડી ગયા:ખાત્રી આપતા ચક્કાજામ આંદોલન મોકુફ.

Loading

રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર હાલ રગરીયા ગાડાની માફક સિક્સલેન નું કામ ચાલી રહ્યુ છે.રાજકોટ જેતપુર વચ્ચે અંદાજે 32 જેટલા ઓવરબ્રિજ બની રહ્યા છે.જ્યાં જરૂર નથી ત્યાં પણ ઓવરબ્રિજ ખડકી દેવાયા છે.ત્યારે ગોંડલ થી આઠ કિ.મી દૂર નેશનલ હાઇવે પર આવેલા ચોરડી માં અનેક રજુઆતો કરવા છતા ઓવરબ્રિજ ની માંગ પુરી નહી કરાતા અઠવાડીયા પહેલા સરપંચ તથા ગ્રામ્યજનો દ્વારા રસ્તારોકો આંદોલન ની ચીમકી અપાઇ હતી.જે મુજબ આજે સવાર થી જ ગામનાં પાદરમાં નેશનલ હાઇવે પર આવેલી ગાર્ડી વિદ્યાલય નાં મેદાન માં ગ્રામ્યજનો ઉમટી પડ્યા હતા.

અને હલ્બાબોલ મચાવ્યુ હતું.આંદોલન ની ગંભીરતા જોઈ હાઇવે ઓથોરીટી નાં અધિકારીઓ, મામલતદાર ડોડીયા,તાલુકા પીઆઇ એ.ડી.પરમાર સહિત કાફલો ચોરડી દોડી ગયો હતો.આ વેળા મહીલા સરપંચ નાં પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ ઝાલા,ગામનાં આગેવાન હરિશ્ર્ચંદ્રસિંહ ઝાલા,હર્ષદસિંહ ઝાલા,દિવ્યરાજસિહ ઝાલાએ ઉગ્ર રજૂઆત કરી જણાવ્યુ કે ચોરડીનાં વળાંક સહિત નો નેશનલ હાઇવે અકસ્માત ઝોન ગણાય છે.અહી છાસવારે જીવલેણ અકસ્માત થતા રહેછે.નેશનલ હાઇવે ની બન્ને બાજુ ચોરડી વસેલુ છે.ત્યારે ઓવરબ્રિજ ની તાતી જરૂરિયાત છે.આ મુદ્દે અનેક રજુઆત કરાઇ છે.પણ તંત્ર દ્વારા ઉકેલ લવાયો નથી.
અધિકારીઓ એ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી વહેલી તકે ઓવરબ્રિજ બનાવવા અંગે ખાત્રી આપતા ચોરડી નાં આગેવાનો તથા ગ્રામ્યજનો દ્વારા હાલ આંદોલન મોકુફ રાખી જ્યાં સુધી ઓવરબ્રિજ મંજુર નહી કરાય ત્યાં સુધી સિક્સલેન નું કોઈ કામ કરવા નહી દેવાય તેવુ જણાવાયું હતું.
ચોરડી આંદોલન ને લઈ ને એલસીબી સહિત પોલીસ નો કાફલો ખડકી દેવાયો હતો.

error: Content is protected !!