ગોંડલની સુપ્રસિદ્ધ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં IIMUN – એજ્યુકેશનલ ઇવેન્ટની ભવ્ય સફળતા.
ગોંડલમાં કાર્યરત ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ 21મી સદી સાથે તાલ મિલાવતા પ્રેક્ટીકલ બેઝ લર્નિંગને મહત્ત્વ આપતી રહે છે. બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ ટેક્સટ્બુકમાં આવતા કોન્સેપ્ટને પ્રેક્ટિકલ લાઈફમાં ઈમ્પ્લીમેન્ટ કરવા બાબતે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે છે.
આવા ઉમદા હેતુસર ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો આઈ. આઈ. એમ. યુ. એન. રાજકોટ- ચેપ્ટર 2025. ગત 5 સપ્ટેમ્બર 2025 થી 7મી સપ્ટેમ્બર 2025 સુધી એમ ત્રિદિવસીય યોજાયેલા આ પ્રોગ્રામમાં પ્રથમ દિવસે ઓપનિંગ સેરેમની રાખવામાં આવી હતી.
જેમાં દિપક વોરા (ફોર્મર ઇન્ડિયન એમ્બેસેડર), નાલંદા આચાર્ય (એજીપી – ગુજરાત હાઇકોર્ટ), સાથે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળા તેમજ સમગ્ર મેનેજમેન્ટ ટીમે હાજરી આપી હતી.
ઓપનિંગ સેરેમનીની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ અને આવેલા દરેક મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ દિપક વોરા દ્વારા બાળકોને આવનારા ભવિષ્ય માટે સજ્જ થવાની પ્રેરણાદાયક સ્પીચ પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવી હતી.
ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની દ્વારા ભરતનાટ્યમ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું. ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળા દ્વારા ઓપનિંગ સેરેમનીમાં હાજર મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો તેમજ બધા પાર્ટિસિપન્ટને ઇવેન્ટ માટે શુભેચ્છાઓ આપવામાં આવી.
દ્વિતીય દિવસે પણ આ કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ રહ્યો.આ ઇવેન્ટમાં આઠ કમિટી બનાવવામાં આવી હતી.જેમાં ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી, લોકસભા, યુ.એન. સી.એસ. ડબલ્યુ., ઈન્ફ્લુએન્સર સમિટ, આઈ.પી એલ., આઈ. સી. આઈ. જે. જેવી કમિટી બનાવવામાં આવી હતી. આ બધી કમિટીમાં કુલ 246 વિદ્યાર્થીઓએ અને પાંચ સ્કૂલોએ ભાગ લીધો હતો. આ આઠ કમિટીઓના કુલ ત્રણ સેશન થયા હતા.
બીજા દિવસના અંતે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ઓડિટોરિયમમાં મ્યુઝિકલ લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. સૌ વિદ્યાર્થીઓ શિક્ષકો ખૂબ આનંદ સાથે છૂટા પડ્યા.
ત્રીજા દિવસે સવારે સૌ પાર્ટિસિપેન્ટ વિદ્યાર્થીઓ ભેગા થયા અને યોગા અને મેડીટેશન કરી અને આઠ કમિટી શરૂ કરવામાં આવી. ત્રીજા દિવસે આ આઠ કમિટીના બે બે સેશન થયા. અને ક્લોઝિંગ સેરેમનીમાં જોડાયા. ક્લોઝિંગ સેરેમનીમાં વિજયસિંહ ગુર્જર (એસ.પી.) જગદીશ ભાંગરવા (ડી.સી.પી), એ ડી પરમાર (પી.આઈ.) બધા પાર્ટિસિપેન્ટ્સ, શિક્ષકો તેમજ ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલની સમગ્ર મેનેજમેન્ટ ટીમ જોડાઈ હતી.
ક્લોઝિંગ સેરેમનીની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી ત્યારબાદ આવેલા દરેક મહાનુભવોનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું. કુલ આઠ કમિટી અને દરેક કમિટીમાંથી ત્રણ રેન્ક એમ કુલ મળીને 24 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના 16 વિદ્યાર્થીઓ રહ્યા હતા. દરેક વિજેતાઓને ઇનામ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે આપવામાં આવ્યા હતા.
જગદીશ ભાંગરવા (ડીસીપી), વિજયસિંહ ગુર્જર (એસ.પી.) ની મંજૂરીથી તેમની અને વિદ્યાર્થીઓની વચ્ચે ખૂબ જ રસપ્રદ સંવાદ થયો હતો. આઈ. આઈ. એમ. યુ. એન.ના સિનિયર ડાયરેક્ટર યથાર્થ ભારદ્વાજ દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલને બેસ્ટ ડેલિગેટ જાહેર કરી અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલને ટ્રોફી એનાયત કરવામાં આવી. ઉપસ્થિત બધા દ્વારા આ પળને ખૂબ જ જોશ અને ઉત્સાહથી વધાવી હતી. ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળા, કેમ્પસ ડાયરેક્ટર દિપેન છોટાળા, પ્રિન્સિપાલ દેવયાની ઝાલા દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી અને વાઇસ પ્રિન્સિપાલ પારસ શર્મા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.