ગોંડલમાં લગ્નની લાલચ આપી પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું પ્રેમીએ જ લગ્નનું વચન તોડી શારીરિક શોષણ કર્યાનો આરોપ:બીજી બાજુ ભોગ બનનારના સાક્ષી સાથે પી.આઈ.ખાચર સહિતના પોલીસે મારમાર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી.
ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કમઢીયા ગામના પરિણીત શખ્સ રાહુલ વિનોદભાઈ ભાલાળાએ તેને લગ્નની લાલચ આપી હતી. આ લાલચમાં ફસાવીને રાહુલ તેને ભગાડી ગયો અને કેશવાળા ગામના પાટીયા પાસે આવેલા એક ગેરેજની પાછળ સુમસામ જગ્યાએ તેની સાથે ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.
ફરિયાદી મહિલાએ પોતાની આપવીતીમાં જણાવ્યું કે, આરોપી રાહુલ તેના પતિનો મિત્ર હોવાથી અવારનવાર તેમના ઘરે આવતો હતો. છેલ્લા ચાર મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
આરોપી રાહુલ ભાલાળા અને તેના મિત્ર હાર્દિક ઉર્ફે ધમાભાઈ જેન્તીભાઈ ચાવડા, મહિલાને મોટરસાયકલ પર બેસાડીને પહેલા સાણથલી અને બાદમાં કેશવાળા ગામના પાટીયા પાસે લઈ ગયા હતા. અહીં જ રાહુલે લગ્નની લાલચ આપીને પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા..
આમ, લગ્નના વચનમાંથી ફરી જઈને શારીરિક શોષણ કરવા બદલ પીડિતાએ આખરે હિંમત દાખવી સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુખ્ય આરોપી રાહુલ વિનોદભાઈ ભાલાળા અને તેને ભગાડવામાં મદદ કરનાર મિત્ર હાર્દિક ઉર્ફે ધમાભાઈ ચાવડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69 (લગ્નના બહાને જાતીય સંબંધ) અને કલમ 54 (અપહરણમાં મદદગારી) હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા
તો બીજી બાજુ ભોગ બનનાર પરણીતાના સાક્ષીનુ નિવેદન નોંધવા માટે સ્થળ પર દિનેશભાઇ ડાભીને બોલાવી પોલીસે આરોપી જેવું વર્તન કરી બેફામ મારમાર્યો હોવાનો આક્ષેપ કરી ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ થયો હોવાની વિગતો પ્રકાશમાં આવતાં પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા ત્યારે ભોગ બનનારના સાક્ષીએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં સુલતાનપુર પી.આઈ.જે એ ખાચર સહિતના પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.