દેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધી 27,02,000 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 51,979 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં કોરોના સંક્રમણના ફેલાવાની ઝડપ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે. અમેરિકા અને બ્રાઝીલમાં એક દિવસમાં ક્રમશ: 40,612 અને 23,038 નવા કેસો સામે આવ્યા છે. હાલ ભારતમાં ભારતમાં હાલ કોરોનાના 6,73,166 એક્ટિવ કેસો છે. જો કે રાહતની વાત છે કે, 19,77,780 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે આટલા દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
દેશના મોટાભાગના તમામ રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જો કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વધારે ખરાબ છે. અહીં સોમવારે 8493 નવા કેસો સામે આવ્યા છે. આ સિવાય આંધ્ર પ્રદેશમાં પણ 24 કલાકમાં 6780 નવા કેસો સામે આવ્યા છે. આજ રીતે દિલ્હીમાં 787 અને ગુજરાતમાં 1033 નવા કેસ સામે આવ્યા છે.
જો દેશના ટૉપ 15 રાજ્યોમાં હાલની કોરોનાની સ્થિતિ જોઈએ તો….
ક્રમ | રાજ્ય | કુલ એક્ટિવ કેસ | કુલ કેટલા કેસ? | કુલ કેટલા મરણ? |
1 | મહારાષ્ટ્ર | 155579 | 604358 | 20265 |
2 | કર્ણાટક | 80659 | 233283 | 4062 |
3 | દિલ્હી | 10852 | 153367 | 4214 |
4 | ગુજરાત | 14315 | 79710 | 2800 |
5 | આંધ્ર પ્રદેશ | 84777 | 296609 | 2732 |
6 | મધ્ય પ્રદેશ | 10232 | 46385 | 1128 |
7 | રાજસ્થાન | 14089 | 62360 | 887 |
8 | તમિલનાડુ | 54122 | 343945 | 5886 |
9 | ઉત્તર પ્રદેશ | 50893 | 158216 | 2515 |
10 | તેલંગાણા | 21024 | 93937 | 711 |
11 | ઓડિશા | 18161 | 62294 | 353 |
12 | પશ્ચિમ બંગાળ | 27402 | 119,578 | 2473 |
13 | બિહાર | 29387 | 106307 | 468 |
14 | કેરળ | 15946 | 46,140 | 169 |
15 | હરિયાણા | 6880 | 48040 |