ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં ગણેશોત્સવ – 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

Loading

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ – 2025 અંતર્ગત ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી.

વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ ગણપતિ દાદાનું આગમન કરવામાં આવ્યું.

ગણપતિ દાદાનું સ્કૂલ પરિસરમાં “ગંગોત્રી કા રાજા” તરીકે વાજતે-ગાજતે સ્થાપન કરવામાં આવ્યું, જેમાં NCC કેડેટ્સ દ્વારા એસ્કોર્ટિંગ અને પરેડનું વિશેષ આયોજન થયું. કોમર્સ વિભાગની વિદ્યાર્થિનીઓએ ભક્તિભાવથી ભરપૂર સ્વાગત ગીત રજૂ કર્યું.

ગણપતિ દાદાની સ્થાપના પાંચ દિવસ સુધી સ્કૂલ પરિસરમાં રહેશે. આ દરમિયાન દરરોજ અલગ-અલગ શણગાર સાથે આરતી, ભક્તિગીતો અને વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ધાર્મિક ભાવના તેમજ સંસ્કાર પ્રેરિત કરવામાં આવશે.

ગણેશોત્સવનું આ ભવ્ય આયોજન વિદ્યાર્થીઓમાં આનંદ, ભક્તિ અને એકતા જગાવનારું બન્યું.

error: Content is protected !!