રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગના સૂત્રધાર હાર્દિકસિંહનો કબજો લેતી ગોંડલ પોલીસ :આજે રિમાન્ડ મગાશે, પૂછપરછમાં શાર્પશૂટરને હથિયાર અને બાઈક આપનાર અને મદદગારી કરનારના નામ ખુલશે.
રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના જપદીપસિંહના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવવાના કેસમાં ફરાર આરોપી હાદિકસિંહ જાડેજાને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કોચીથી ઝડપી લીધા બાદ સુરત પોલીસ હવાલે કર્યો હતો.સુરત પોલીસે તેની પુછપરછ કર્યા બાદ હાદિકસિંહનો ગોંડલ તાલુકા પોલીસે સુરતની લાજપોર જેલમાંથી કબજો મેળવ્યો હતો. હવે તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.
રાજકોટના અમીનમાર્ગ ઉપર મિત્રની હત્યામાં જેલમાં રહેલા અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગત તા. ૨૪ જુલાઈના રોજ રીબડાના રીબડામાં અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર શાર્પશૂટરો પાસે ફાયરિંગ કરાવનાર હાર્દિક સિંહ દેશના અલગ અલગ સાત રાજયો ફરાર રહ્યા બાદ અંતે તેને કોચીની એક હોટલ માંથી ઝડપી લેવામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને સફળતા મળી હતી. યુપીના શાર્પ શુટરને સોંપારી આપી ફાયરીંગ કરાવ્યા હતા અને બાદ મૂળ અડવાળના હાદિકસિંહ હરદેવસિંહ જાડેજાએ સોશ્યલ મીડીયામાં પોતે શાર્પ શુટર પાસે ફાયરીંગ કરાવ્યા હોવાનો વિડીયો વાયરલ કરી પોલીસને પકડી લેવા ચેલેન્જ પણ આપી હતી. આ મામલે રાજકોટ જીલ્લા પોલીસેની અલગ અલગ ૭જેટલી ટીમ તપાસમાં લાગી હતી. ફાયરીંગમાં સંડોવાયેલ યુપીના આગ્ર ખાતે રહેતો બિપીનકુમાર અને વિરેન્દ્રસિંહ જાટ, અભિપેકકુમાર પવનકુમાર જીંદાલ, પ્રાન્સકુમાર અગાવાલ અને અમદાવાદના નામચીન ઈરફાન મહમદ રઈશની ધરપડ કરી હતી. રીબડ પેટ્રોલ પંપ ઉપર બે શાર્પસુટર પાસે ફાયરીંગ કરાવનાર રાજકોટની યુનિવર્સીટી રોડ ભીડ ભંજન સોસાયટી, શેરી નં રમાં રહેતા મૂળ જામકંડોરણા અડવાળના વતની હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અલગ-અલગ સ્થળોએ છુપાઈને રહેતો હતો. સ્થળ છોડતા પહેલા તે વિડીયો વાયરલ કરી ૫૦ કિલોમીટર દુર નાસી જતો હતો. પોલીસની ટીમો તેની પાછળ પકડવા માટે રાજસ્થાન, હિમાચલ, ઉતરાચલ, દિલ્લી, મુંબઈ બાદ ફેરળ પહોંચી હતી.
કોચીની હોટલમાં ફરાર હાર્દિકસિંહ છુપાયો હોવાની માહિતી મળતા જ એસએમસીની ટીમે વોચ ગોઠવી કોચીના થોપડી કોચુપલ્લી રોડ ઉપર આવેલ સ્વામી હોટલ પાસેથી ઝડપી લીધો હતો.
હાર્દિકસિંહ કરાર હોય તેની સામે અલગ અલગ ગુના નોંધાયા હતા જેમાં પ્રથમ ગુનો સુરતમાં નોંધાયો હોય જેથી પ્રથમ કબજો સુરત પોલીસે લીધો હતો. અને તપાસના અંતે તેને લાજપોર જેલહવાલે કર્યો
હતો. જ્યાંથી ગોંડલ તાલુકા પોલીસે તેનો કબજો મેળવ્યો હતો. મોડીરાત્રે પોલીસ તેને લઈ ગોંડલ આવી પહોચી હતી.
હાર્દિકસિંહે ખરેખર કયા કારણથી ફાયરિંગ કરાવ્યું હતું તે બાબતના ખુલાસા થશે. આ કેસમાં ફાયરિંગ કરનાર અને મદદગારી કરનાર યુપીના ચાર આરોપીઓની અગાર્ડ જ એલસીબીએ ધરપકડ કરી હતી. આ આરોપીઓની પૂછપરછમાં તેમને રાજકોટમાં હાર્દિકસિંહના ચાર માણસો હથિયાર અને બાઈક આપી ગયાનો ખુલાસો થયો હતો. આ ચાર માણસો ખરેખર કોણ હતા તેનો પણ હાદિકસિંહના રિમાન્ડ દરમિયાન ખુલાસો થશે. ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.આઈ એ.ડી.પરમાર સાથે પીએસઆઈ આર.જે.જાડેજા અને તેમની ટીમ તપાસ ચલાવી રહી છે.