શાપર વેરાવળ માં થયેલ દુષ્કર્મ અને એટ્રોસીટી ની ઘટના માં આરોપી ને દશ વર્ષ ની કેદ ની સજા ફરમાવતી સેશન્સ કોર્ટ.

Loading

શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૨૩ માં આઇ.પી.સી કલમ-૩૭૬(૨)(N),૪૦૬,૪૨૦,૨૬૯ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(W), ૩(૨)(૫) મુજબના ગુન્હાના આરોપીને ૧૦ વર્ષ સુધીની સખત કેદ તથા ૧૦,૦૦૦/- નો દંડ કરતો હુકમ ગોંડલ ની સેસન્સ કોર્ટ દ્વારા કરાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૧૩/૧૨/૨૦૨૩ ના રોજ આ કામના ફરીયાદી શાપર વેરાવળ પો.સ્ટે.ખાતે રૂબરૂ આવીને ફરીયાદ લખાવેલ કે આ કામેનો આરોપી પોતે પરણીત હોવા છતા આ કામેના ફરીયાદીને પોતે અપરણીત હોવાનુ જણાવી ફરીયાદી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી ફરીયાદી સાથે અનેક વાર મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધી બાદ લગ્ન નહી કરી વિશ્વાસધાત અને છેતરપીંડી કરેલ જેથી ફરીયાદ લઈ શાપર વેરાવળ પો.સ્ટે.ના ગુ.ર.નં.-૧૧૨૧૩૦૯૧૨૩૧૦૯૨/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૩૭૬(૨)(એન) તથા એટ્રોસીટી એક્ટની કલમ-૩(૧)(W), ૩(૨)(૫) મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો.


બનાવ ને લઇ ને ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાએ ગુન્હાની તપાસ હાથ ધરી રાઇટર એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ ગોહિલ તથા ઘનશ્યામસિંહ જાડેજા એ આરોપીને પકડી કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવેલ હતો. આ કામે તપાસનીશ અધિકારીએ ગુનાની તપાસ ખુબજ ટુંકા ગાળામાં પુર્ણ કરી,આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા એક્ઠા કરી, નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ જે કેસ સેસન્શ કોર્ટમાં કમીટ થતા, સેશન્સ કોર્ટે ફરીયાદી, પંચો, સાહેદો તથા ફોરેન્સીક પુરાવા, તપાસ કરનાર અધિકારી ને તપાસેલ જેમા આ ગુનામાં શ્રી સરકાર તરફે રોકાયેલ સરકારી વકીલ ઘનશ્યામભાઇ ડોબરીયા ની ધારદાર દલીલો આધારે સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને આ ગુન્હામાં તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષ સુધીની સખત કેદ તથા ૧૦,૦૦૦/-ના દંડની સજા ફટાકારેલ છે.

error: Content is protected !!