ગોંડલ શહેર-તાલુકામાં કોરોના નો કહેર: પ્રથમ વખત ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા.
ગોંડલ શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને લઈને તંત્ર ઊંધા માથે થયું છે ત્યારે સરકારશ્રી ની અનલોક ૩ની ગાઈડ લાઈન નું પુરતું પાલન નથતું હોવાથી કોરોના પોઝિટિવ ની સંખ્યા આજે ૨૩ પર પહોંચી જવા પામી છે.
ગોંડલશહેરમાં તેમજ પંથકમાં કોરોના એ કહેર વર્તાવ્યો છે ત્યારે આજે વધુ ૨૩ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ની ટીમ કોરોના ને વધતો રોકવા દોડાદોડી કરી રહ્યા છે ત્યારે સરકારશ્રીનાં તમામ વિભાગ ની સંયુક્ત ટીમ આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કોરોના મહામારીને ધ્યાને લઈ ને ડોરટુ ડોર સઘન સર્વે તાપસ કરવાની તા.૧૭ થી૨૧ સુધી કામગીરી હાથ ધરી છે ત્યારે તમામ નાગરિકો એ સર્વે કરવા આવતી ટીમ ને આપના ઘરના તમામ સભ્યો ની પૂરતી માહિતી આપવામાં સહકાર આપી કોરોના ની લડતને નાબૂદ કરવા પુરતી કાળજી રાખીને નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે.
385 thoughts on “ગોંડલ શહેર-તાલુકામાં કોરોના નો કહેર: પ્રથમ વખત ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા.”
Comments are closed.