Gondal_ગોંડલ પંથક ની સગીરા પર બળાત્કાર કરનાર શખ્સ ને 20 વર્ષ કેદની સજા ફરમાવતી ગોંડલની સેશન્સ અદાલત.

Loading

ગોંડલ પંથક માં સગીરા ઉપર દુષ્કર્મ કરનાર શખ્સ ને સેશન્સ કોર્ટ દ્વાર 20 વર્ષ ની કેદની સજા ફટકારતો હુકમ કરાયો છે.
આ કેસની ટુંક વિગત મુજબ સગીરા નાં પિતાએ તાલુકા પોલીસ માં ગત તા. 30/12/23 નાં ફરિયાદ કરી જણાવેલ કે ભોગબનનાર બનાવના દિવસે ઘરે એકલી હોય, અને ફરીયાદી તથા તેની પત્નિ બહાર ગામ ગયેલ હતા ત્યારે ભોગબનનાર દિકરી ઘરે જોવા મળેલ નહી અને આજુ બાજુમાં તપાસ કરેલ પરંતુ ભોગબનનાર દિકરી મળી આવેલ નહી ત્યારબાદ રાત્રીના ભોગબનનારના પિતા ઉપર અજાણ્યા નંબરથી ફોન આવતા ફરીયાદીએ વાત કરેલ અને તઓએ કહેલ કે હું અમદાવાદથી રીક્ષાવાળો બોલુ છું તેવી ઓળખાણ આપેલ અને જણાવેલ કે તમારી દિકરી અમદાવાદ આવતી રહેલ છે. તેવી વાત થતા સગીરા સાથે પિતાએ વાત કરેલ હતી.


બાદ માં ભોગબનનારને તેના પિતા ઘરે લઈ આવેલ અને અમદાવાદ જવા બાબદતે તેની સાથે વાતચીત કરતા ભોગબનનારે જણાવેલ કે આરોપી દર્શીલ સંજયભાઈ દુધાત્રાએ પ્રેમ જાળમાં ફસાવી તેમના ઘરે બોલાવી સગીરા સાથે દર્શીલે શરીર સબંધ બાંધેલ હતો. તેમજ સગીરાને ને આરોપીએ એનકેન પ્રકારે ધમકી આપી અનેકવાર ભોગબનનાર સાથે શરીર સબંધ બાંધેલ આવી વાત ભોગબનનારે તેના પિતાને કરી હતી.

જેથી ભોગબનનારના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશમાં આરોપી દર્શીલ સંજયભાઈ દુધાત્રા સામે પોલીસ ફરીયાદ કરી હતી. પોલીસે આઈ.પી.સી.કલમ-376 તથા પોકસો એક્ટનો ગુન્હો દાખલ કરી આ ગુન્હાની તપાસ જે.એમ.ઝાલાએ કરેલ અને આરોપી દશીલ સંજયભાઈ દુધાત્રાની ધરપકડ કરેલ અને નામદાર કોર્ટમાં પોલીસ તપાસના અંતે ચાર્જશીટ કરાયુ હતુ.
સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તથા તેના માતા-પિતાની જુબાની ધ્યાને લઈ તથા સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી આરોપી દર્શીલ સંજયભાઈ દુધાત્રાને સેશન્સ જજશ્રી એમ.એ.ભટ્ટી સાહેબે 20 વર્ષની કેદની સજા ફરમાવેલ છે.

error: Content is protected !!