Gondal_ગોંડલ રીબડા નેશનલ હાઇવે પર સરકારી ઉપર ખડકાયેલી હોટલ નું ડીમોલેશન:જયરાજસિંહ જાડેજાએ ડીમોલેશન કરાવ્યાનો આક્ષેપ.
ગોંડલ માં જયરાજસિંહ અને રીબડા જુથ વચ્ચેની આગ ઠરવાનું નામ લેતી નથી.રીબડા પાસે સરકારી ખરાબાની જમીન પર ચાલતી ઠાકરધણી હોટલ નાં ડીમોલેશન માટે મામલતદાર દ્વારા નોટીસ બજવતા હોટલ માલિકે સ્વૈછીક દબાણ દુર કરી જયરાજસિહ નાં ઇશારે ડીમોલેશન થયાનો આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રીબડા નાં સ્મશાન સામે સરકારી ખરાબાની સર્વે નંબર 394 પૈકી 5 ની જમીન પર રીબડાના મેહુલ ટોટા તથા ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા ઠાકરધણી નામે હોટલ ખડકી દેવાઇ હોય ગોંડલ મામલતદાર દ્વારા ડીમોલેશન અંગે નોટીસ અપાતા હોટલ માલિક દ્વારા દબાણ સ્વૈછીક રીતે દુર કરાયુ હતુ.
દરમ્યાન મેહુલ ટોટાએ જણાવ્યુ કે રાજકોટ થી ગોંડલ સુધી અનેક દબાણો છે.અનેક ગૌચર ખવાઇ ગયાછે.તે તંત્ર નાં ધ્યાને આવતું નથી.માત્ર અમારી હોટલ માટે ડીમોલેશન કરાયુ છે. હું રાજદીપસિંહ સાથે હોવાનુ કેટલાક લોકોએ જણાવ્યું હોય રાજકીય ઇશારે થઇ રહ્યુ છે.
જ્યારે ઘનશ્યામસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે જયરાજસિંહ નાં ઇશારે ડીમોલેશન થઈ રહ્યુ છે.
આમ જયરાજસિંહ જુથ અને રીબડા જુથ ની લડાઈ હાલ શિતયુધ્ધ માં ફેરવાઈ છે.