ગોંડલ ના મોવિયા રોડ ઉપર રેતી ચોકમાં ટ્રકવાળાઓ ની દાદાગીરી: રેસીડેન્સી એરીયાના લોકોને ચાલવું બન્યું મુશ્કેલ.

Loading

ગોંડલના મોવિયા રોડ ઉપર આવેલ રેતી ચોક માં ટ્રક ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરી આખા મોવિયા રોડ અને રેતી ચોક નો કબજો જમાવી રાખ્યો છે.જેને લઇ સ્થાનિક રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોને ચાલવું મુશ્કેલ બન્યુ છે.બીજી બાજુ રોજીંદી પીડા ભોગવી રહેલા લોકોની સમસ્યા દુર કરવાને બદલે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવો તાલ સર્જાઇ રહ્યો છે.
મોવિયા રોડ ઉપર ટ્રકો ના આડેધડ પાર્કિંગ ને લઈને નાનામોટા અકસ્માતો રોજ બનતા રહે છે.સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ સુરક્ષિત નથી. મોવિયા રોડ મુખ્ય માર્ગ હોય અને બન્ને પુલ બંધ હોવાથી હાલ અહીંયા વધુ ટ્રાફિક રહેતો હોય છે. રેસીડેન્સી એરીયામા ખડકેલા કોમર્શિયલ બાંધકામ ને પગલે સ્થાનિક તંત્ર પણ ‘ત્રણ બંદરોની’ ભુમિકા ભજવી રહ્યું હોવાનું લોકોમાંથી બોલાઈ રહ્યું છે.


ચર્ચા તો એવી પણ છે કે કેટલાક બાંધકામ ધારકો પાલીકા તંત્રને વેરા બીલમાં ચુનો ચોપડે છે. અને બીજી બાજુ કોમર્શિયલ બાંધકામ કરીને તગડી કમાણી કરી રાહદારીઓ માટે અડચણરુપ બની રહ્યા છે. પાલીકા તંત્રએ આવા કોમર્શિયલ બાંધકામો દુર કરી સ્થાનિક લોકોની સમસ્યા ઉકેલી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. પોલીસ તંત્ર દ્વારા પણ આ સમસ્યા નુ કાયમી નિરાકરણ કરવામાં પોલીસગીરી દાખવી પડ્યા પાથર્યા રહેતા ટ્રક ચાલકોની દાદાગીરી માંથી મુક્તિ અપાવે તેવુ ઈચ્છનીય છે.હેવી વાહનોનાં પાર્કિંગ કારણે ગમે ત્યારે મોટો ગમખ્વાર અકસ્માત સર્જાય તેવી દહેશત પણ સ્થાનિક લોકોએ વ્યકત કરી હતી.

 

error: Content is protected !!