વકીલ ભુમિકા પટેલ દ્વારા રેન્જ.આઇજી,એસપી,ડીવાયએસપી,તાલુકા પીઆઇ તથા એએસઆઇ સામે ગોંડલ કોર્ટ માં ફરિયાદ:ગુન્હો નોંધાયા વગર પ્રેસમાં મેટર રિલીઝ કરી બદનામી કરી.
રાજકોટ નાં મહીલા વકીલે ગોંડલ ની કોર્ટ માં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી.હિમકરસિંઘ,ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા,તાલુકા પીઆઇ. અમરસંગ ડી.પરમાર,પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા તથા એએસઆઇ ગુણવંતભાઈ વાલાની વિરુદ્ધ ફરિયાદ કરતા ચકચાર જાગીછે.
પ્રાપ્ત વિગત મુજબ વકીલ ભુમિકાબેન પટેલે ગોંડલ નાં જયુ. મેજી.ફસ્ર્ટ ક્લાસ ની કોર્ટ માં ફરિયાદ કરી જણાવ્યું કે પોકસો એક્ટ મુજબ ભોગબનનાર બાળકીશોરી ની ઓળખ કોઇ જગ્યાએ છતી કરવાની હોતી નથી.આથી અમોએ મિડીયા ચેનલ માં ઇન્ટરવ્યુ આપતા સમયે કોઈ પણ જગ્યાએ આ બાળ કિશોરીનું નામ લીધેલ નથી.કે ઓળખ છતી કરેલ નથી.તેમ છતા આ કામનાં તમામ આરોપીઓ એ ભેગા થઈ અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવીછે.
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નાં લેટરહેડ ઉપર પોલીસ નાં લોગા સાથે ‘વકીલ વિરૂધ્ધ જુવેનાઈલ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધાયાની ‘ ખોટી હકીકત સાથેની પ્રેસ રિલીઝ કરી તમામ મીડિયા હાઉસ તથા ન્યુઝ પેપર માં આપી અમારી માનહાની કરેલ છે.તથા સતાનો દુરુપયોગ કરી ને સરકારી લેટરહેડ બનાવી ખોટી પ્રેસ રિલીઝ બનાવેલ છે.
વધુમાં ભુમિકાબેન પટેલે ફરિયાદ માં જણાવ્યું કે એસપી.હિમકરસિંઘ તથા પીઆઇ અમરસંગ પરમાર સામે જેતપુર કોર્ટ માં અમારી સંયુક્ત માલિકી ની જમીનનો કબ્જો ખાલી કરવા માટે દબાણ કરતા હોય તે બાબત ની ફરિયાદ કરી હતી.ઉપરાંત ડીવાયએસપી કે.જી.ઝાલા વિરુદ્ધ અમોએ હાઇકોર્ટ માં ક્રિમિનલ એપ્લિકેશન દ્વારા પીટીશન દાખલ કરેલ હતી.આ તમામ બાબતો નો ખાર રાખી અમોને બદનામ કરવાનુ કાવત્રુ કરેલછે.અમારી પર કરાયેલ ફરિયાદ નોન કોગ્નીઝેબલ છે.જેમાં કોર્ટ ની પરમિશન બાદ ગુનો દાખલ થઈ શકેછે.પણ કોર્ટ ની પરમિશન વગર અમારા પર ફરિયાદ ની પ્રેસ મેટર પોલીસ દ્વારા રિલીઝ કરાઇ છે.તમામ પોલીસ અધિકારીઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવા ફરિયાદી ભુમિકાબેન પટેલે જણાવ્યુ હતુ.
દરમ્યાન તાલુકા પોલીસ માં ગત તા.7 નાં સગીરાનુ નામ છતુ કરવા અંગે તેના પિતા દ્વારા વકીલ ભુમિકાબેન પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી.આ અંગે પીઆઇ એ.ડી.પરમારે કહ્યુ કે એનસી.. ગુનો હોય કોર્ટ માં પરવાનગી મંગાઇ છે.