દેરડી-કુંભાજીમાં વાહન ઓવરટેક કરવા પ્રશ્ર્ને લઈને થયો હુમલો.

Loading

તાલુકાના દેરડી કુંભાજી ગામે બસ સ્ટેશન સામે રોડ ઉપર વાહન ઓવરટેક કરવા બાબતે પિતા-પુત્ર સાથે માથાકૂટ થતા મામલો મારામારી સુધી પહોચ્યો હતો.જેમાં બોલેરોમાં તોડફોડ કરવામાં આવી હતી હુમલામાં એક વ્યક્તિને ઈજા થઇ હતી.આ મામલે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાસાવડ ગામ શ્યામ સોસાયટી રાંદલ દડવા રોડ ઉપર રહેતા અને ડ્રાઇવીંગ કરતો કિશન જેરામભાઇ મકવાણા પોતાનું વાહન ચલાવી કુંભાજી ગામે બસ સ્ટેશન સામે રોડ ઉપર જતા જતા ત્યારે વાહન ઓવરટેક કરવા બાબતે દેરડી કુંભાજી હાસ્કૂલ સામે કડવા પટેલ સમાજ પાસે રહેતા વિરલકુમાર જયંતિભાઇ ગોલ વિરલના પિતા જયંતિભાઇ ગોલ સાથે માથાકૂટ થઇ હતી.આ ઝગડો મારામારી સુધી પહોચ્યો હતો.

બન્ને પક્ષે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં કિશનને ફરિયાદમાં પિતા-પુત્રએ બોલાચાલી કરી અપશબ્દો બોલી ગાળો આપી લાફા મારી તેમજ કિશનની બોલેરામાં આગળનો કાચ તથા ડ્રાઇવર સાઇડનો અરીસો તોડી નાખી નુકશાની કરી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવ્યું હતું. જયારે સામા પક્ષે વિરલકુમાર જયંતિભાઇ ગોલે નોંધાવેલી ફરિયાદમાં કિશન જેરામભાઇ મકવાણાએ વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી કરી અપશબ્દો બોલી ગાળો આપી કુહાડીના લાકડાના હાથા વડે હુમલો કર્યો હતો જેમાં એકને ઈજા થઇ હતી. ઘટના વખતે માણસોનું ટોળુ ભેગુ થઇ જતા કિશન પાછળના ભાગે ભાગી ગયો હતો.

error: Content is protected !!