ગોંડલ નાં કંટોલીયા રોડ પર ઓટોરીક્ષા માં મૃતહાલત માં ચાલકનો મૃતદેહ મળી આવ્યો: બિમારી ને કારણે મોત નિપજ્યુ.

Loading

ગોંડલના કંટોલિયા રોડ પર કોળી સમાજના સ્મશાન પાસે ઓટોરીક્ષા માં ચાલકનો મૃતદેહ મળી આવતા એ’ડીવીઝન પોલીસે મૃતદેહ ને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.મૃતક શિવરાજગઢ નાં હોવાનું અને બિમારીને કારણે મોત થયાનુ પોલીસે જણાવ્યું હતું.


પ્રાપ્ત વિગત મુજબ વોરકોટડા રોડ પર ઓટોરીક્ષા માં મૃતહાલત કોઈ પુરુષ પડ્યો હોય પોલીસ ને જાણ કરાતા એ’ડીવીઝન પોલીસ નાં એએસઆઇ જીજ્ઞેશભાઇ પુરોહિત દોડી જઇ મૃતદેહ ને ફોરેન્સિક પી.એમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ હરી હતી.


તપાસ દરમ્યાન જાણવા મળેલ કે મૃતક શિવરાજગઢ રહેતા કરણભાઈ સુરાભાઈ ખીંટ ઉ.44 રિક્ષા ચલાવી પરીવાર નુ ગુજરાન ચલાવતા હતા.સંતાનમાં ચાર દિકરીઓ છે.પીએમ દરમ્યાન લીવર ની બિમારી ને કારણે મોત થયાનું ખુલ્યુ હતુ.

 

error: Content is protected !!